આ પાંચ વસ્તુ જેના વિશે દરેકને ખબર હોવી જોઈએ કે કઈ રીતે કામ કરે છે આ વસ્તુ….

આપણા જીવનમાં ઘણી વખત આવી ઘણી બાબતો હોય છે, જે સામાન્ય રીતે આપણું ધ્યાન જતુ નથી, પરંતુ જો આપણે જોઈએ તો આ બાબતો આપણા જીવનમાં ખૂબ મહત્વની છે,

જો કે આ બધી નાની બાબતો આપણા દૈનિક જીવનમાં ખૂબ મહત્વની હોય છે, જે સામાન્ય રીતે દરેક જણ જાણતી નથી, પરંતુ જ્યારે આપણે તેના વિશે જાણીએ ત્યારે ખબર પડે છે કે આ તો કઇક અલગ જ છે.

આજે અમે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણ્યા પછી તમે જાતે ચોકી જશો અને તે જ સમયે તમે તેનો ઉપયોગ કેમ કરવો તે જાણી શકશો, જેના વિશે તમે હજી અજાણ છો.

ચાર્જર

આજના સમયમાં આપણે બધા મોબાઇલ અથવા લેપટોપ વગેરેનો ઉપયોગ કરીએ છીએ અને તેનો ઉપયોગ કરવા માટે ચાર્જર અને ચાર્જિંગ કેબલની જરૂર પડે છે.

જો તમે ધ્યાન આપ્યું હોય, તો તમે તે જોયું જ હશે કે તમારી ચાર્જિંગ કેબલમાં કેટલીક વસ્તુઓ છે જેને તમે દર વખતે જોતા હોવ પણ તેનો વાસ્તવિક ઉપયોગ શું છે તે વિશે તમે ક્યારેય વિચાર્યું ન હોય.

હકીકતમાં, અમે ચાર્જર કેબલમાં ફેરડબોડી વિશે વાત કરી રહ્યા છીએ , જેનું કામ લેપટોપ અથવા મોબાઇલ પર ઉચ્ચ વોલ્ટેજ પાવર અટકાવવાનું છે, જેથી આપણા લેપટોપ અથવા મોબાઇલમાં કોઇપણ પ્રકાર ના શોર્ટ સર્કિટ ના થાય.

શર્ટમાં લૂપ

મોટે ભાગે, જ્યારે પણ તમે કોઈ શોરૂમ અથવા વેપારી વગેરે પાસે થી કપડાં ખરીદી કરો છો, ત્યારે તમે જોયું હશે કે તમે ખરીદેલા શર્ટની પાછળનો ભાગ મા લૂપ જોયો હશે, પરંતુ તે શું કામ કરે છે તેના વિશે તમને ભાગ્યે જ જાણતા હશો. શર્ટમાં આપવામાં આવેલું આ લૂપ ત્રણ રીતે કામ કરે છે. +

પ્રથમ આ શર્ટ લટકાવવા માટે વપરાય છે, આ સિવાય તમે તેનો ઉપયોગ ટાઇ રાખવા માટે પણ કરી શકો છો અને વિદેશમા એવુ માનવામાં આવે છે કે જો કોઈના શર્ટનું લૂપ કપાયેલુ હોય, તો તેનો અર્થ એ કે તે કોઈની સાથે રિલેશનસીપમા છે.

જીન્સ મા નાનું ખિસ્સું

જીન્સના મોટા ખિસ્સા ઉપર બનાવેલા નાના ખિસ્સા વિશે ઘણા લોકોના મત જુદા હોય છે. ઘણા લોકો તેને જીન્સના શણગારના દૃષ્ટિકોણથી જુએ છે, અને ઘણા લોકો તેને ખુલ્લા પૈસા રાખવા માટે બનાવેલું નાનું ખિસ્સું માને છે. જ્યારે તેને બનાવવાનું મુખ્ય કારણ કંઈક બીજું છે. તે સૌ પ્રથમ 1873 માં બનાવવામાં આવ્યું હતું, જ્યારે સાંકળ ઘડિયાળ એકદમ લોકપ્રિય હતી.

પેનના ઢાન્કણમાં કાણુ

ઘણા વ્યક્તિઓને લાગે છે કે પેનના ઢાન્કણમાં કાણુ એટ્લે હોય છે કે હવા પણ રિફિલ મા રહેલ શાહી સુધી પહોંચી શકે, પરંતુ તે વાત સંપૂર્ણપણે ખોટી છે. આની પાછળનું કારણ એ છે કે જો કોઈ આકસ્મિક રીતે પેનના ઢાન્કણ ગળી જાય છે ત્યારે ગળામાં તે અટકી જાય તો, પેનના ઢાન્કણમાં કાણા દ્વારા સરળતાથી શ્વાસ લઈ શકે.

વિમાન ની બારીમા કાણુ

જો તમે ક્યારેય વિમાનમાં મુસાફરી કરી હોય, તો તમે જોયું જ હશે કે તમે બસ અથવા ટ્રેનની જેમ વિમાનની બારી ખોલી શકતા નથી, પરંતુ જો તમે થોડું વધારે ધ્યાન આપ્યું હોય તો તમે જોયું હશે કે તમારી પાસે વિમાનની બારીમાં એક નાનુ કાણુ દેખાશે ઘણી વખત એવું બને છે કે કાચમાં કાણુ છે તેવું વિચારીને કેટલાક લોકો તે કાણાને જોઈને ડરી જાય છે. આ કાણુ એ વિમાન અને બહારની હવામાં સંતુલન જાળવવાનું કામ કરે છે, જે ખૂબ મહત્વનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *