આ ઘરેલુ ઉપચારથી નિકળી જશે તમારી પથરી, આજે જ કરી જોવો ટ્રાય…

પથરી એટલે કે ગોલબ્લેડર માં થતા પથ્થર ની સમસ્યા આજે સામાન્ય બની ગઈ છે, કારણ કે આપણા આહારમાં આજે ઘણો બદલાવ આવ્યો છે, જો કે આ રોગ કોઈને અને કોઈપણ ઉંમરે થઇ શકે છે, પરંતુ સ્ત્રીઓમાં આ રોગની શક્યતા પુરૂષો ના પ્રમાણમાં ઓછી થાય છે.

પથરીને ઘરેલું ઉપચારોથી દુર કરવાનું શક્ય છે.

એક સર્વે મુજબ પથરીની બિમારી સામાન્ય રીતે ત્રીસથી સાઠ વર્ષની ઉમરે જોવા મળે છે અને સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે. આ રોગમાં કેટલી પીડા સહન કરવી પડે છે તે માત્ર જેને પથરી થઈ હોય તે જ બતાવી શકે. જો પથરી નો સમયસર ઈલાજ ન થાય તો, તેના ખૂબ જ ખરાબ પરિણામો આવી શકે છે.

તો પથરી માટે શું કરવુ તે નીચે વાંચીએ…

કારેલા:

કડવા છતાં ખૂબ જ ગુણકારી કારેલા...

કારેલા ખૂબ કડવા છે પરંતુ પથરી ના અકસીર ઈલાજ જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે પથરી ને બનવા દેતા રોકે છે. જ્યારે પથરી થાય ત્યારે સવારે અને સાંજે 8 થી 10 દિવસ સુધી બે ચમચી જેટલો કારેલા નો રસ પીવો, આનાથી તે પથરીને નાના કણોમાં તોડી નાખે છે અને યુરીન વાટે તે બહાર નીકળી જાય છે.

અજમો:

અજમો ખાવ અને ગેસ ભગાડો | chitralekha

પથરી માં અજમાં નો થઈ શકે તેટલો ઉપયોગ કરો. અજમાનો ઉપયોગ બેવડા લાભો કરે છે, આ પેશાબ વધારે છે, અને અજમો પથરી ને બીજી વખત થતા અટકાવે છે. દરરોજ સવારે ગરમ પાણી સાથે એક ચમચી અજમો લો. આ એક મહિનાની અંદર પથરીથી છુટકારો અપાવે છે.

તુલસી:

શુદ્ધ તુલસીના છોડનો રસ પણ પથ્થરને યુરીન માર્ગે બહાર કાઢવામાં મદદ કરે છે. કમ સે કમ એક મહિના સુધી તુલસીના પાંદડા મધ સાથે લેવાથી ઘણા ફાયદા થાય છે, તુલસીના કેટલાક તાજા પાંદડા પણ રોજ ચાવી જવા જોઇએ.

લીંબુનો રસ અને ઓલિવ ઓઇલનું મિશ્રણ:

કિડની ની પથરી માટે આ સૌથી અસરકારક કુદરતી ઉપચારો માંનો એક છે. પથરી ની પીડા થાય ત્યારે 60 ml લીંબુના રસમાં ભારોભાર ઓલિવ તેલનો જથ્થો ઉમેરો અને તેનું સેવન કરો તમને તે તરત જ રાહત આપે છે. લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે.

નોંધ- આ લેખ માત્ર માહિતી દર્શાવતો લેખ છે, કોઈ પણ હેલ્થ સંબંધી ઉપચાર કરતા પહેલા જે તે વિષયના એક્ષપર્ટ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *