જો તમે પણ તમારાં વજનને ઝડપથી ઘટાડવા ઈચ્છતા હોવ તો નિયમિત શરુ કરી દો અજમા અને જીરાંના પાણીનું સેવન..ફેરફાર જોઈને હેરાન રહીં જશો તમે…

મિત્રો, હાલ મોટાપા ની સમસ્યા એ દરેક વ્યક્તિ માટે એક જટીલ પ્રશ્ન બની ગયું છે જેનાથી લોકો ત્રસ્ત રહે છે અને તેને ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયાસો પણ કરે છે પરંતુ , તેનાથી કઈ જ ફરક નથી પડતો માટે હાલ અમે તમારા માટે એક એવો અસરકારક ઘરગથ્થુ નૂસ્ખો લાવ્યા છીએ જે સરળતાથી તમારું વજન ઘટાડી શકે.

આ વજન ઘટાડવા માટેનો અસરકારક ઘરગથ્થુ નૂસ્ખો છે અજમા અને જીરાં નું પાણી. આ એક વિશેષ ઔષધિ છે. જેનું સેવન કરવાથી તમારા શરીર માં ઉદભવતી વધારા ની ચરબી દૂર થાય છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવાય છે આ ઔષધિ અને તેનાથી કયાં-કયાં લાભો પ્રાપ્ત થાય છે?

અજમા- જીરા નું પાણી બનાવવા માટે આવશ્યક સાધન-સામગ્રી :જીરું – ૧ ચમચી , અજમો – ૧ ચમચી , પાણી – ૧ ગ્લાસ

વિધિ :

અજમા-જીરા નું પાણી બનાવવા માટે સૌથી પહેલા અજમા અને જીરુ ને એક ગ્લાસ પાણી માં આખી રાત પલાળી રાખો. ત્યાર બાદ સવારે ઉઠીને આ પાણી ને મધ્યમ આંચ પર ઉકાળો.

આ પાણી વ્યવસ્થિત રીતે ઉકળી જાય ત્યાર બાદ તે પાણી ને ગાળી લ્યો. ત્યાર બાદ આ પાણી ને ઠંડુ થવા માટે થોડો સમય સાઈડમાં રાખી દયો અને ત્યાર બાદ આ પાણી નું સેવન કરી લ્યો.

એક વાત અવશ્ય ધ્યાન માં રાખવી કે આ પાણી નું સેવન કર્યા પૂર્વે કોઈપણ જાતના આહારનું સેવન ના કરવું. આ પાણી નું સેવન હંમેશા ભૂખ્યા પેટે જ કરવું. તમે આ પાણી નું સેવન આહાર ગ્રહણ કર્યાના એક કલાક પૂર્વે પણ કરી શકો.

જયારે તમે આ પાણી નું સેવન કરવાનું શરૂ કરો છો ત્યારે તમારે બહારનું તીખુ-તળેલું તથા મસાલાવાળું ભોજન , બટાકા , ચોખા વગેરેના સેવન નો ત્યાગ કરવો પડશે.

નિરંતર ૨૦-૨૫ દિવસ સુધી આ પીણાંનું સેવન કરવાથી તમે તમારા શરીર માં ફરક અનુભવી શકશો અને જો તમે નિરંતર ૨-૩ માસ સુધી સતત આ પીણાં નું સેવન કરશો તો તમારા શરીરની વધારાની ચરબી દૂર થઈ જશે અને તમારું શરીર એકદમ નિયંત્રણ માં આવી જશે.

આ ઉપરાંત નિયમિત સવારે અથવા તો સાંજના સમયે હળવો વ્યાયામ કરવો , યોગા કરવા , ભૂખ હોય તેનાથી ૨૦ ટકા ઓછું ભોજન કરવું , વધુ પડતા લીલા શાકભાજી , ફ્રુટ્સ વગેરેનું સેવન કરવું આ તમામ આદતો તમારા શરીરના વજન ને નિયંત્રિત રાખવામાં મદદરૂપ બની રહેશે

અને તમે સરળતાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી ને ઓગાળી શકશો અને તમારા શરીરનું સ્વાસ્થ્ય સ્વસ્થ તથા તંદુરસ્ત બની રહે. તો આ ઉપચાર એક વાર અવશ્ય અજમાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *