આ ખેડૂત ના દીકરા એ બાલાજી વેફર ની બ્રાન્ડ ને આખા વિશ્વ્ માં પ્રખ્યાત કરી દીધી, જાણો કઇ રીતે ??

સફળતા અને અસફળતા જીવનનો એક ભાગ જ છે જો તમે દ્રઢ નિશ્ચય કરી ને તમારી પુરી મેહનત થી કામ કરો તો તમને સફળ બનતા કોઈ નથી રોકી શકતું. પ્રથમ પ્રયાસ માં જ સફળ થવું એ જરૂરી નથી, ઘણી બધી અસફળતા મેળવ્યા બાદ પણ તમે સાચી સફળતા મેળવી શકો છો

ગુજરાત માં ભાગ્યેજ કોઈ એવો વ્યક્તિ હશે જેને બાલાજી વેફર નહીં ખાધી હોય, ગુજરાત ના ખૂણે ખૂણે નાની એવી દુકાને પણ તમને બાલાજી ના પેકેટ્સ મળી જશે, બાલાજી વેફર ના સ્થાપક છે આપણા ગુજરાત ના જ એક ખેડૂત વ્યક્તિ જેમનું નામ છે ચંદુભાઈ વિરાણી, એમનો જન્મ જામનગર ના નાના એવા ગામ ધૂન-ધોરાજી માં થયો હતો.

એ પરીવાર ના 3 ભાઈઓ ભીખુભાઈ , ચંદુભાઈ અને કનુભાઈ એ 1972 માં પોતાના બાપ દાદા નું ખેતર 20,000 માં વેચી ને રાજકોટ માં ખેતી ના ઉપકરણો નો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તેમના એ ધંધા માં મોટું એવું નુકસાન થયું અને એમના બધા જ પૈસા ના રોકાણ નું નુકશાન થઈ ગયું.

ત્યારબાદ તેમને એક બોર્ડિંગ ના મેસ નું રસોઈ કામ-કાજ હાથ પર લીધું. ત્યાર બાદ 2 વર્ષ પછી આ ત્રણેય ભાઈ એ ગુજરાન ચલાવવા માટે રાજકોટ ની એક ટોકીઝ માં વેફર અને સેન્ડવિચ ની એક કેન્ટીન ખોલી. શરૂઆત માં તો તેઓ બહાર થી માલ લાવીને વેંચતા હતા.

થોડા સમય બાદ તેમને જાતે બનાવવાનું શરૂ કર્યું. ત્રણેય ભાઈઓ ની પત્નીઓ ઘરમાં વેફર તળી ને આપતા હતા, આ રીતે એમનું ગુજરાન ચાલતું હતું. આ દરમિયાન ચંદુ ભાઈ ને વેફર ના ધંધા માં સારો એવો ફાયદો દેખાવા લાગ્યો. ઘર માં તેમની પતિઓ દ્વારા બનાવામાં આવતી વેફર હવે તેઓ કેન્ટીન ઉપરાંત બીજી દુકાનો માં પણ વેચવાનું ચાલુ કરવા લાગ્યા.

આ દરમિયાન તેમને સારા અને નરસા અનુભવ થયા હતા કેમકે એ સમય માં લોકો પેકેટ ફૂડ ને વાસી સમજતા હતા. પરંતુ દ્રઢ નિશ્ચય સાથે ચંદુ ભાઈ પોતાના કામ માં વળગી રહ્યા. તેમના પુરુષાર્થ અને દિવસ-રાત ની મેહનત રંગ લાવી અને નમકીન જગત માં તેઓ પ્રખ્યાત થવા લાગ્યા.

1989 માં રાજકોટ માં એક મશીન થી શરૂ કરી બાલાજી વેફર ની સ્થાપના ચંદુ ભાઈ એ કરી. ત્યાર બાદ એમની માર્કેટ માં વેચાણ વધતું રહ્યું અને થોડા સમય માં ઑટોમૅટિક મશીન પ્લાન્ટ માં શરૂ કર્યું અને દિવસ રાત કામ કાજ ચાલુ કર્યું। જોત જોતામાં જ બાલાજી વેફર લોકપ્રિય બની ગયું અને લોકો વેફર એટલે બાલાજી પર્યાય બની ગયા એકબીજા ના, બાલાજી બ્રાન્ડ પર વિશ્વાસ કરવા લાગ્યા લોકો.

ચંદુ ભાઈ ના સપના મોટા હતા હવે તેમને ગુજરાત બહાર પણ પોતાનો ધંધો વધારવો હતો. અને વલસાડ માં મોટા હાઈ ટેક પ્લાન્ટ ની સ્થાપના કરી. અને તેમની મેહનત રંગ લાવી. આજે બાલાજી ના 30 થી વધારે પ્રકાર ના પ્રોડક્ટ માર્કેટ માં છે.

અને તેમને ગુજરાત બહાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને ગોઆ માં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે. આજે 60-70 ટકા માર્કેટ એમને કવર કરી લીધું છે. આજે ચંદુ ભાઈ એ ભારત ઉપરાંત દુનિયા માં 40 કરતા વધારે દેશો માં પોતાની પ્રોડક્ટ નું વેચાણ કરે છે. તેઓ ના પ્લાન્ટ માં 2500 થી વધારે લોકો કામ કરે છે અને તેમાં 70% થી વધારે સ્ત્રીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *