વારંવાર ચક્કર આવતાં હોય તો થઈ જાવ સાવધાન, આ બિમારીના હોઈ શકે છે લક્ષણ…

ચક્કર આવવા કે પછી માથુ ઘુમવું આ એક સામાન્ય સમસ્યા છે. જે લગભગ દરેકને ક્યારેકને ક્યારેક તો થાય જ છે. અથવા થતી હોય છે. પરંતુ જો તમને વારંવાર ચક્કર આવે છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે આ એક ગંભીર બિમારીનું લક્ષણ હોઈ શકે છે.

હકીકતમાં ચક્કર આવાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણી આંખ, મગજ, કાન, પગ અથવા કરોડરજ્જુની કોઈ નસોમાં કોઈ ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. જો તેના પર સમય રહેતા ધ્યાન આપવામાં ન આવ્યું તો સ્થિતી ગંભીર થઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે વારંવાર ચક્કર આવવા આપણા જીવનને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે. અને આ કઈ-કઈ બિમારીઓના લક્ષણ હોઈ શકે છે.

મસ્તિષ્ક સુધી ઓક્સીજનનું ન પહોંચવું

મસ્તિષ્ક એટલે કે મગજને ઓક્સીજનની સતત જરૂરીયાત રહે છે. જો તેવું ન થઈ શકે તો માણસ ચક્કર ખાઈને પડી શકે છે. અથવા બેભાનની સ્થિતી પણ થઈ શેક છે. એવામાં તમારે જલ્દીથી જલ્દી ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી જોઈએ.

Health Care : ઉભા થયા બાદ અચાનક ચક્કર આવે છે ? ગંભીર બીમારીની હોય શકે છે  નિશાની | Health Care: Sudden dizziness after standing up? May be a sign of  serious illness | TV9 Gujarati

પાણીની ખામીથી ચક્કર આવવા

ઘણા લોકો પાણી ઓછુ પીતા હોય છે. એવામાં તેમના શરીરમાં ધીરે-ધીરે પાણીની કમી થવા લાગે છે. તેનાથી ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. ખાસકરી વુદ્ધો અને ડાયબિટીઝના દર્દીઓએ આ સમસ્યા વધુ જોવા મળે છે.

કાનમાં સંક્રમણના કારણે પણ આવી શકે છે ચક્કર

કાનમાં સંક્રમણના કારણે પણ ચક્કર આવાની સમસ્યા થઈ શકે છે. હકીકતમાં આ તમને સાંભળવા અને તેના સંતુલનને જાળવી રાખવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. અને એવું થવા પર હંમેશા ચક્કર આવા લાગે છે. આ સિવાય દવાઓનું વધારે પડતું સેવનના કારણે પણ ચક્કર આવાની સમસ્યા થઈ શકે છે.

વારંવાર ચક્કર આવવા આ બિમારીઓના હોય શકે છે સંકેત

હંમેશા ચક્કર આવવા અનેક બિમારીઓના સંકેત હોઈ શકે છે. જેવા કે, તણાવ, માઈગ્રેન, નર્વસ સિસ્ટમ સમસ્યાઓ, બ્રેન ટ્યુમર અથવા કાનનું ટ્યુમર વગેરે. એટલા માટે વારંવાર ચક્કર આવવાની સમસ્યાને જરા પણ ઈગનોર ન કરી શકાય ત્યારે જલ્દીથી જલ્દી ડોક્ટર પાસે ઈલાજ કરાવી લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *