ભંગારમાંથી મળ્યો સિક્કો, તે ગરીબ દુકાનદાર બની ગયો કરોડપતિ, જાણો શું છે ?? હકિક્ત…
હરિયાણાના સિરસા જિલ્લાના ડબવાલીના એક દુકાનદાર ગોરીશંકર ઉર્ફે અક્કી પાસે લગભગ 567 વર્ષ જૂનો એક ઈસ્લામિક સિક્કો છે. દુબઈના એક વ્યક્તિએ આ ઐતિહાસિક સિક્કાની કિંમત 1.5 કરોડ રૂપિયાની આંકી છે. જો કે દુકાનદાર તેને 3.5 કરોડ રૂપિયામાં વેચવા માંગે છે.
બઠિંડાના ગામ ડૂમવાલી નિવાસી ગોરીશંકર સિરસા રોડ પર સીટ બનાવવાનું કામ કરે છે. દુકાનાદારીમાં કમાણી ઓછી થવાને કારણે તેણે ઘરમાં પડેલા ભંગારને વેચીને પૈસા ભેગા કરવાનો વિચાર કર્યો.
આ વખતે ઘરમાં પડેલી એક જૂની પેટીમાંથી તેને એક સિક્કો મળ્યો. જ્યારે તેણે આ સિક્કાને સાફ કર્યો તો તેણે જોયું કે સિક્કા પર ઉર્દુમાં કંઈક લખેલુ છે. તેને લાગ્યું કે આ સિક્કાનું ઐતિહાસિક મહત્વ ઘણું હશે, પણ તે વાંચી નહોતો શકતો.
દુકાનદાર મસ્જિદના ઈમામ પાસે પહોંચ્યા અને ઈમામ સિક્કો જોઈને ચોંકી ગયા. સિક્કો વર્ષ 1450નો છે, જેના પર મદીના શહેર લખ્યું છે. લગભગ 567 વર્ષ જૂના આ સિક્કાનો ફોટો દુબઈ સુધી પહોંચાડ્યો તો ત્યાંની એક વ્યક્તિએ આ સિક્કાની કિંમત 1.5 કરોડ રૂપિયા આંકી છે.