બોલિવૂડ ના આ અભિનેતા અને અભિનેત્રી બેડરૂમ માંથી ઝડપાયા હતા રંગે હાથ, ખુલી ગઈ હતી પોલ

બોલિવૂડ મા ક્યારે કોનું લગ્નજીવન તૂટે અથવા તો બ્રેકઅપ થાય ને ક્યારે તેમનું પેચઅપ થાય તે કંઈ જ કહી શકાય તેમ નથી. એક સમયે જેઓ ગળાડૂબ પ્રેમ મા હોય તો બીજી જ ક્ષણે તેઓ એકબીજા થી અલગ પણ થઈ જતા હોય છે. તો આજ ના આ આર્ટીકલ આપણે એવા જ અમુક કલાકારો ની વાત કરવી છે કે જેઓ નાયિકા સાથે રૂમ મા પકડાયા હોય તેમજ ત્યારબાદ આ વાત નો વિવાદ પણ સર્જાયો હોય.

જ્યારે કરિશ્માએ અજય-કાજોલ ને પકડ્યા રંગે હાથ
૯૦ ના દાયકા મા કરિશ્મા કપૂર તેમજ અજય દેવગન ના સંબંધો ઘણા ચર્ચા મા રહ્યા હતા. આ બંને કલાકારોએ ઓછા મા ઓછી પાંચ ફિલ્મો મા સાથે કામ કર્યું હતુ. સૂત્રો ના મળતા એહવાલ મુજબ તેઓ બંને એકબીજા ના ગાઢ પ્રેમ મા પણ હતા. જો કે,

અજય આ સંબંધ ને લઈ ને કરિશ્મા જેટલો ગંભીર ન હતો. એકવાર કરિશ્માએ અજય ને ફોન કર્યો ત્યારે અજય પોતાની એક આઉટડોર શૂટિંગ મા વ્યસ્ત હતો અને તેના રૂમ માંથી એક સ્ત્રી નો અવાજ આવતો હતો અને આ અવાજ અન્ય કોઈ નો નહીં પરંતુ કાજોલ નો હતો.

કરિશ્મા ને જેવી જ જાણ થઈ કે તેના બેડરૂમ મા કાજોલ છે તો તેને ઘણી ખીજ ચડી. માત્ર આટલું જ નહીં તેને કાજોલ તેમજ અજય ને ઘણુ બધું સંભળાવ્યું અને ત્યારબાદ તેને અજય સાથે ના તમામ સંબંધો તોડી નાખ્યા. આ સમયે કાજોલે પણ પોતાના ઘણા સમય થી સાથે રેહતા બોયફ્રેન્ડ કાર્તિક સાથે ના સંબંધો ને પૂરા કરી અજય સાથે સંબંધો બાંધ્યા. ૧૯૯૫ થી અજય અને કાજોલ એકબીજા ને ગાઢ પ્રેમ કરવા લાગ્યા અને અંતે ૧૯૯૯ મા બંનેએ લગ્ન કરી લીધા.

જયારે મનિષા કોઈરાલાએ નાનાપાટેકર અને આઈશાજુલ્કા ને રૂમ મા પકડ્યા હતા

એક દાયકો હતો કે જ્યારે મનિષા કોઈરાલા પોતાની ઉંમર થી વીસ વર્ષ મોટા કલાકાર નાના પાટેકર સાથે સંબંધ મા હતી. જો કે, આ બંને ના સંબંધો બહુ લાંબા સમય સુધી ચાલ્યા નહોતા. આ માટે નાના પાટેકર ના સ્વભાવ ને જવાબદાર માનવામા આવે છે. નાના પાટેકર ઘણા  જ ગુસ્સાવાળા તેમજ પઝેસિવ સ્વભાવ ના વ્યક્તિ છે. મનિષા સાથે પ્રેમ સંબંધ હોવા છતા પણ તેના બીજી કલાકારા આઈશા ઝુલ્કા સાથે પણ સંબંધ હતા.

એક વખત મનિષાએ એક હોટલ ના રૂમ મા નાના તેમજ આઈશા ને રંગે હાથ પકડ્યાં હતા અને ત્યારે તેને હોટલ મા ઘણી ધમાલ પણ મચાવી હતી. તેનો ગુસ્સો એટલી હદે વધી ગયો હતો કે વાત મારપીટ સુધી પહોંચી ગઈ હતી. જો કે ત્યારબાદ મનીષાએ નાના સાથે ના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. નાના તેમજ મનિષા ફિલ્મ ‘અગ્નિસાક્ષી’ ના શૂટિંગ દરમિયાન એકબીજા ની નજીક આવ્યા હતા.

પ્રિયંકા ચોપરા ના ઘરે જયારે ઈનકમ ટેક્સ ની રેડ પડી ત્યારે શાહિદે ખોલ્યો દરવાજો
સાલ ૨૦૧૧ જાન્યુઆરી મહિના મા પ્રિયંકા ચોપરા ના ઘરે સવાર ના સાડા સાત વાગે ઇન્કમટેક્ષ ની રેડ પડી હતી. જ્યારે ત્યાં આવેલા અધિકારીઓએ પ્રિયંકા ચોપરા ના ઘર ના દરવાજા ની ઘંટી વગાડી તો શાહિદ કપૂરે દરવાજો ખોલ્યો અને માત્ર આટલું જ નહીં ત્યારે શાહિદ માત્ર શોર્ટ્સ મા હતો.

એક મિનિટ માટે તો ઇન્કમટેક્ષ અધિકારીઓ ને પણ થયું કે તેઓ ક્યાંક ભૂલ થી શાહિદ ના ઘરે તો નથી આવી ગયા ને? મુંબઈ મા યારી રોડ ઉપર આવેલ ક્લાસિક બિલ્ડિંગ ના છઠ્ઠા માળે પ્રિયંકા ચોપરા રહેતી હતી. જો કે ત્યારબાદ અધિકારીઓ ને ખ્યાલ આવ્યો કે શાહિદ અને પ્રિયંકા બંને સારા મિત્રો છે અને તેનો ખુલાસો પણ મીડિયા સમક્ષ કર્યો હતો.

આ રેડ પડ્યા બાદ શાહિદ તુરંત જ કપડા પહેરી ને નીકળી ગયો હતો. શાહિદ ના નજીક ના લોકો એવું જણાવે છે કે શાહિદ પ્રિયંકા ના ઘરે હતો પણ તેણે દરવાજો ખોલ્યો નહોતો. પ્રિયંકા ના ઘરે નોકર હોય છે તો શાહિદ શા માટે આવું કામ કરે. તેઓ બંને રાતે શબાના આઝામી ના ફેશન શો મા ગયા હતા અને મોડું થતા શાહિદ પ્રિયંકા ના ઘરે રોકાઈ ગયો હતો.

પ્રિયંકા એ તો આ મુદ્દે જુદી જ વાત જણાવી હતી કે જયારે તેના ઘરે ઇન્કમટેક્ષ ની રેડ પડી તો તેને સમજાતું ન હતું કે શું કરવું જોઈએ અને તેને પોતાની માં મધુ ચોપરા ને પણ ફોન કર્યા હતો પરંતુ તેમનો ફોન ના લાગતા પ્રિયંકાએ તેના ઘરે થી માત્ર ત્રણ મિનીટ ના અંતરે રેહતા અને તેના મિત્ર શાહિદ ને બોલાવ્યો હતો. તો પ્રિયંકા નો ફોન આવતા રાત ના શોર્ટ્સ પેહરેલા કપડા મા જ શાહિદ ત્યાં આવી પોહચ્યો હતો. આ લીધે ઇન્કમટેક્ષ ની રેડ સમયે શાહિદ ત્યાં હાજર હતો.

જ્યારે એક પત્રકાર દ્વારા રાની અને ગોવિંદા ને બેડરૂમ મા સાથે જોયા

ફિલ્મ ‘હદ કર દી આપને’ ના શૂટિંગ સમયે રાની અને ગોવિંદા એકબીજા ની નજીક આવ્યા હતા. આ સમયે ગોવિંદા વિવાહિત હતો અને બે સંતાનો નો બાપ હતો. રાની અને ગોવિંદા એકબીજા ના પ્રેમ મા એટલી હદે ગાંડાતૂર બન્યા હતા કે ગોવિંદાએ પોતાના સંતાનો અને પત્ની સાથે રેહતા ઘર નો ત્યાગ કરી રાની સાથે તેના ઘરે આવી ને રહેવા લાગ્યો હતો. એકવાર એક પત્રકાર રાની ના ઘરે તેના ઈન્ટરવ્યૂ માટે આવ્યો ત્યારે બેડરૂમ માથી ગોવિંદા પોતાના નાઈટ ડ્રેસ મા બહાર આવ્યો હતો.

આ વાત ની જાણ જ્યારે ગોવિંદા ની ધર્મપત્ની સુનિતા ને થઈ તો તેના બાળકો ને સાથે લઇ તેનુ ઘર છોડી નીકળી ગઈ હતી. ગોવિંદા પોતાની પત્ની ને ડિવોર્સ આપી ને રાની સાથે લગ્ન કરવા તૈયાર ન થતા રાનીએ ગોવિંદા સાથે ના તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

એવું પણ જાણવા મળે છે કે ગોવિંદા રાની ને ઘણી મોંઘી-મોંઘી ભેટ પણ આપતો હતો. આ ભેટ મા ડાયમંડ ની વીંટી, મોંઘી કાર તેમજ એક  લક્ઝૂરિયસ ફ્લેટ નો સમાવેશ થાય છે. હાલ રાનીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લીધા છે અને તે એક દીકરી ની માતા બની ને ખુશ છે.

સંજુ બાબા હતો સુસ્મિતા સેન ના રૂમ મા
સંજય દત્ત અને સુસ્મિતા સેન ની મુલાકાત એક સ્ટેજ શો મા થઇ હતી અને ત્યારબાદ બંને સારા મિત્રો બન્યા અને આગળ સમય પસાર થતા બંને એક બીજા ના પ્રેમ મા પડ્યા. આ સમયે સંજય દત્ત વિવાહિત હતો. તેણે રેહા પિલ્લાઈ સાથે બીજા લગ્ન કર્યાં હતા.

એક વખત સુસ્મિતા જયારે વિદેશ ગઈ હતી તો ત્યાં સંજય દત્ત તેને મળવા આવ્યો હતો અને ત્યારે જ તે સુસ્મિતા ના રૂમ મા રોકાયો હતો. માત્ર આટલુ જ નહીં પરંતુ જ્યારે રિપોર્ટર સુસ્મિતા નુ ઈન્ટરવ્યૂ  લેવા આવ્યો હતો ત્યારે બંને એકબીજા ના હાથો મા હાથ નાખી ને બેઠા હતા.

હોટલ ના રૂમ ની આ તસ્વીરોએ તો આખા બોલિવૂડ મા ખળભળાટ મચાવી દીધો હતો. આ વાયરલ થયેલી તસ્વીરો જોઈ ને સંજય દત્ત ની પત્ની રેહા પિલ્લાઈએ તેને ડિવોર્સ આપવા નો નિર્ણય લીધો હતો. આ બાદ સંજય દત્તે ત્રીજા લગ્ન માન્યતા સાથે કર્યાં હતાં અને બંને ને જુડવા દીકરો-દીકરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *