ઘરમાં ભુલથી પણ ન લગાવો આ છોડ, લક્ષ્મીજી થઈ જશે નારાજ અને જીવનભર રહે છે દરિદ્રતા…
ધર્મશાસ્ત્રમાં વૃક્ષ ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. અને તેને સૌથી વધારે પવિત્ર અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે તેવું માનવામાં આવે છે. તે માટે કંઈક ઘર માં તેવા વૃક્ષો હોય છે જે તેમના માટે લાભદાયી હોય. અમુક છોડની તો દર રોજ પૂજા કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે દરેકના ઘરમાં તુલસીના છોડને લગાવવામાં આવે છે જેની સાથે સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે તેની પૂજા કરવામાં આવે છે. પરંતુ અમુક છોડ એવા હોય છે જે સકારાત્મક શક્તિ આપે છે ઊર્જા આપે છે અને અમુક છોડ એવા હોય છે કે જેનાથી નકારાત્મક શક્તિ પણ ઉત્પન્ન થતી હોય છે.
આજે તમને જણાવીશું કે ઘરમાં કયા છોડ ના લગાવવા જોઈએ કેમકે તે છોડને લગાવવાથી અશુભ થાય છે. ભૂલથી પણ તેવા છોડને ના લગાવો કે જેનાથી ઘરમાં દરિદ્રતા થાય.
અમુક જગ્યાએ જોવા મળી છે કે બધા ઘરમાં કે ઘરની આજુબાજુ ગમે તેવા વૃક્ષ-છોડ લગાવી દેતા હોય છે. પરંતુ ઘરમાં અમુક છોડના લગાવવા જોઈએ કારણકે તે લગાવવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.
ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી શુભ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. પરંતુ ઘણા એવા છોડ હોય છે કે તે ઘરમાં નકારાત્મક શક્તિ ઉત્પન્ન કરે છે અને સુખ-સમૃદ્ધિ નો નાશ કરે છે તેમાંથી એક છોડ છે.
બૈંસાઈ છોડ :
જો તમારા ઘરની આજુબાજુ આ છોડ લગાવેલો હોય તો ત્યારે તુરંત હટાવી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને નકારાત્મક શક્તિવાળો માનવામાં આવ્યો છે. એટલા માટે આ છોડને કોઈ દિવસ ઘરમાં લગાવવો જોઈએ નહીં. આ છોડ ઘરના આર્થિક વિકાસ માં અડચણરૂપ બને છે. અને આ છોડથી ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.
કેક્ટસ નો છોડ :
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોઈપણ જગ્યા પર કાંટાવાળા છોડ લગાવવો જોઈએ નહીં. એ સિવાય તેવા છોડને પણ ઘરમાં લગાવવા જોઈએ નહીં કે જેને કાપવા કે છોલવાથી દૂધ નીકળતું હોય. કેમ કે આવા છોડ નકારાત્મક ઉર્જા નું કારણ બને છે. તે ઉપરાંત આવા છોડ થી ઇજા થવાનો પણ ભય રહે છે.
આંબલીનું વૃક્ષ :
ઘરની આજુબાજુ ક્યાંય આંબલીના વૃક્ષને લગાવવુ જોઈએ નહીં. કારણકે તેવું માનવામાં આવ્યું છે કે આમલીના ઝાડ માં ભૂતોનો વાસ હોય છે. વૈજ્ઞાનિક કારણ ની વાત કરીએ તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
મરેલો છોડ :
તમારા ઘરમાં જો કોઈ છોડ મુરઝાઈ ગયો હોય તો તેવા છોડને તરત જ લઈ લેવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે આવા છોડતી ઘરમાં નકારાત્મક શક્તિ ઉત્પન્ન થાય છે.
વૈજ્ઞાનિક કારણ કે કહેવામાં આવે તો આવા છોડ ઓક્સિજન છોડતા નથી પણ ઓક્સિજન પોતાની તરફ ખેંચે છે અને તેનાથી આજુબાજુ ઓક્સિજનની માત્રા ઓછી થતી જાય છે. એટલા માટે આવા છોડને ઘરમાં લગાવો જોઈએ નહીં.