ગોળ અને જીરા ના પાણી થી થાય છે આટલી બધી સમસ્યા દૂર…

જીરા નું પાણી બનાવવા માટે એક વાસણમાં બે કપ પાણી લો અને ત્યારબાદ તેમાં દોઢ ચમચી ગોળ અને એક ચમચી જીરું નાખીને હલાવોજીરૂ એક એવી વસ્તુ છે જે બધાના ઘરમાં ઘણી સરળતાથી મળી જાય છે. જોવા જઈએ તો તે ખૂબ જ સામાન્ય હોય છે, પરંતુ તેમના ફાયદા ઘણા છે. તે વાત તમે જાણો છો કે બધી જ દેખાતી સામાન્ય વસ્તુઓ સામાન્ય નથી હોતી, પરંતુ તે ઘણી જ કામની હોય છે એવી જ રીતે જીરું પણ ઘણું જ ફાયદાકારક છે.

જીરા માં રહેલા તત્વો પાચનક્રિયામાં સહાયક હોય છે. જીરા નો તડકો લગાવવાથી લઈને પેટ સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર કરવામાં ઘણું જ લાભકારી છે.

એ જ રીતે ગોળ પણ પોતાના નામની જેમ જ ગુણકારી હોય છે. આયુર્વેદમાં ગોળ અને જીરાનું પાણી ઘણું જ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળ અને જીરાનું પાણી એક સાથે મેળવીને પીવાથી ઘણી સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

ગોળ અને જીરાના પાણીના ફાયદા

પિરિયડમાં થતી અનિયમિતતા અને પેટમાં દુખાવો જેવી સમસ્યામાંથી જીરું અને ગોળ પાણી ખૂબ જ લાભકારી હોય છે. જો તમારા પિરિયડ અનિયમિત અથવા તો તમારા પિરિયડ ના સમયે ઘણું વધુ દુખાવો હોય છે તો તમે પિરિયડ આવતા પહેલા ચાર-પાંચ દિવસ પહેલા ગોળ અને જીરાનું પાણી પીવાનું શરૂ કરી દો. આવું કરવાથી તમારા પિરિયડ રેગ્યુલર થવા લાગશે અને તમને દુખાવો પણ નહીં થાય.

જો તમે માથાના દુખાવાથી પરેશાન છો અથવા તો તમને માઈગ્રશન ની પ્રોબ્લેમ છે તો આ ગળ અને જીરાનું પાણી પીવાથી ઘણી જ રાહત મળે છે.

જીરા નું પાણી કમર દર્દ નો રામબાણ ઈલાજ છે. જો તમારા પેટ અથવા તો ખભામાં દુખાવાની શિકાયત રેહતી હોય તો આ ગળ અને જીરાનું પાણી લગાતાર સાતથી આઠ દિવસ પીવાથી તમારા કમરનો દુખાવો અને ખભાના દુખાવા થી રાહત મળે છે.

તેમના સિવાય જીરુ આપણા શરીર ને ફિલ્ટર કરે છે. અંદરની ગંદકીને સાફ કરે છે અને આપણા ઈમ્યુન સિસ્ટમ ને મજબૂત બનાવે છે.

તેમના સિવાય પેટ સંબંધિત રોગ જેવા કે કબજિયાત, ગેસ, પેટ ફુલવું, પેટનો દુખાવો જેવા બધા જ સમસ્યામાંથી જીરાનું પાણી તમને રાહત આપી શકે છે.

જીરા નું પાણી પીવાથી શરીરને ખુબજ ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો તમારા શરીરમાં કોઇ પણ કમજોરી છે ભલે તે પ્રેગ્નન્સી પછીની છે અથવા તો તમને કોઈ બીમારી થઇ હોય અથવા કોઇ સર્જરી થઈ હોય તો પણ ગોળ અને જીરાનું પાણી પીવાથી તમારી કમજોરી ખતમ થાય છે.

જીરા અને ગોળનું પાણી કઈ રીતે બનાવવું

ગોળ દોઢ ચમચી

જીરૂ એક ચમચી

પાણી બે કપ

રીત

જીરા નું પાણી બનાવવા માટે એક વાસણમાં બે કપ પાણી લો અને ત્યારબાદ તેમાં દોઢ ચમચી ગોળ અને એક ચમચી જીરું નાખીને હલાવો.

હવે તે પાણીને સારી રીતે ઉકાળી લો જ્યાં સુધી તે પાણી ઉકળીને અડધું ના રહી જાય. જ્યારે પાણી ઉકાળીને એક કપ રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને પાણીને ગાળીને કપમાં લઈ લો.

જો તમે સવારે ખાલી પેટ આ પાણીને પીઓ છો તો તમને ઘણાં જ ફાયદા થશે. તમારા શરીરમાં એક નવી ઊર્જા અને એનર્જી આવશે. જો તમને વિકનેસ ફીલ થતી હોય તો તે પણ દૂર થઈ જશે. સાથે જ તમારા પેટથી જોડાયેલી સમસ્યા ડાયજેશન સાથે જોડાયેલ પ્રોબ્લેમ અને વાળોની હેલ્થ માં ઘણો જ સુધારો નજર આવશે.

વાળોની હેલ્થ એટલા માટે સારી થાય છે કેમકે જીરામાં ઘણા બધા એમીનો એસિડ હોય છે.

ગોળમાં ક્લીજીંગ પ્રોપર્ટી હોય છે. ઇન્ફેક્શનને મારવાની પ્રોપર્ટિઝ હોય છે. જો તમને સ્કેલ અથવા તો હેલ્થના રિલેટેડ કોઈપણ સમસ્યા છે તો તમારા માટે બોર્ડ અને જીરાનું પાણી ખૂબ જ લાભદાયી છે.

આ પોસ્ટ માં લખેલી બધી જાણકારી આયુર્વેદ સબંધ હોવાના કારણે સંપૂર્ણ સુરક્ષિત છે અને સંપૂર્ણ સાવધાની સાથે બતાવવામાં આવી છે. છતાં પણ તેમાં લખેલી જાણકારી તેમજ નુસખા થી વંચિત પરિણામ મળવા અથવા તો ખોટા પ્રયોગ કરવા અને કોઇપણ પ્રકારની હાનિ થવા પર અમારી વેબસાઇટ  જવાબદાર નથી. અમારો ઉદ્દેશ્ય ફક્ત જાણકારી પ્રદાન કરવાનો છે. આ વસ્તુને શરૂ કરતાં પહેલાં તમે તમારા ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *