ગળાની કોઈપણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ છે આપણા જ રસોડામાં…
ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય અને બોલતી બંધ થાય તો તેની સીધી અસર વ્યક્તિના મુડ પર થતી હોય છે. તો જાણો આપણા રસોડા માં કઈ એ પાંચ વસ્તુ છે જેનાથી આપણે આપણા ગળા અને શરીર ને સ્વસ્થ રાખી શકીયે છીએ..
1: મુળેઠી :
જ્યારે ગળામાં વાયરલ ઈન્ફેક્શન થાય કે સામાન્ય ખારાશ જેવું લાગે ત્યારે મુલેઠીને પાણીમાં નાંખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. મુળેઠીમાં રહેલ ઈસ્પીરીન ગુણ આ પરેશાનીથી છુટકારો અપાવવા માટે પૂરતા છે.
2. તજ
તજ દરેક ઘરમાં ઉપલબ્ધ જ હોય છે. ભારતીય ઘરોમાં દાળના વઘારમાં અને ગરમ મસાલામાં પડતા તજ વેઈટ લોસ કરવા માટે તો ઉપયોગી છે જ સાથે સાથે ગળાની કોઈ પણ સમસ્યા માટે પણ તજ ખૂબ જ લાભકારક સાબિત થઈ ચુક્યા છે. તજ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે.
3. આદુ
આદુ વાળી ચા પી લો ગાળામાં આરામ મળશે એવું અનેક વાર નાની દાદી પાસે સાંભળવા મળે જ છે. આથી આદુ ગળાના તમામ પ્રોબ્લેમ માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ છે. જોકે આદુનું સેવન મર્યાદામાં કરવું જોઈએ.
4. મીઠું
નમકનો ઉપયોગ શું હોય શકે ગળાના રોગ મટાડવા માટે આવો સવાલ કોઈને પણ થઈ શકે. પરંતુ ગરમ પાણીમાં મીઠું અને 2 3 ટીપા ઘી નાખીને કોગળા કરવાથી ગળામાં ખૂબ રાહત થાય છે. આ એવી ક્રિયા છે જે રોજ કરી શકાય છે.
5. મધ
મધના લાભ તમને અનેક વાર જાણવા મળ્યા જ હશે. ગળામાં આરામ પહોંચાડવા માટે મધ ફાયદારૂપ છે. બેક્ટેરિયાથી રક્ષણ કરવા માટે મધનું રોજ સેવન કરવું જોઈએ. જોકે મધનું સેવન દરેક વ્યક્તિએ તેની તાસીર પ્રમાણે કરવું જોઈએ.