મોઢામાં ચાંદા, ગળા મા સોજો અને પેટની સમસ્યામાં રાહત આપે છે જેઠીમધ…

ચોમાસું પૂરું થયું છે અને હવે ઠંડીની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય છે. જેઠીમધનો ઉપયોગ કરી આ સમસ્યા દૂર કરી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. જાણો જેઠીમધનો ઉપયોગ કયારે કરી શકાય છે…

1. મોઢાના ચાંદા દૂર કરે છે
જેઠીમધનો નાનો ટુકડો મોઢામાં રાખીને ચૂસવાથી ચાંદા દૂર થાય છે. તેના પાવડરને મધમાં ભેળવી સેવન કરવાથી પણ રાહત મળે છે.

2. ગળાની સમસ્યા દૂર થાય છે
ગળામાં સોજો, ઈન્ફેક્શન, ગળું સૂકાઈ જાય તો જેઠીમધ ચૂસવાથી ફાયદો થાય છે. તેનાથી મોઢાંની અને ગળાની અનેક સમસ્યા દૂર થાય છે.

3. યુરિન ઈન્ફેક્શનમાં રાહત
યુરિનમાં બળતરાં અને વારંવાર યુરિન આવે તો જેઠીમધ તેનો સારો ઉપાય છે. તેના માટે 2થી4 ગ્રામ જેઠીમધનો પાવડર ગરમ દૂધ સાથે લો. તેનાથી ફાયદો થાય છે.

4. પેટની સમસ્યા દૂર થશે
પેટ અને આંતરડાં મરોડાઈ જાય તો જેઠીમધનો પાવડર મધ સાથે દિવસમાં 2થી 3 વાર લો. પેટમાં દુખાવો, સોજો અને ખેંચાણ દૂર થશે.

5. માસિકની સમસ્યા સુધારશે
5 ગ્રામ જેઠીમધનો પાવડર થોડા મધમાં ઉમેરી તેની ચટણી જેવું બનાવી લો. તેનું સેવન કરી ઉપરથી ઠંડું દૂધ થોડું થોડું પીવાથી માસિક સ્ત્રાવ નિયમિત થઈ જાય છે. દૂધમાં સાકર પણ ઉમેરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *