કરોડપતિ ઉદ્યોગપતિની સુંદર પૌત્રી ભીખ માંગી રહી છે, તેનું કારણ જાણીને દંગ રહી જશો.

થોડા દિવસો પહેલા એક યુવતી હાથમાં બાઉલ અને પાન મસાલાના ઘણા બધા પેકેટ લઈને કાનપુરના રસ્તા પર ચાલી રહી હતી. પહેલા લોકો તેને જોઇને આશ્ચર્યચકિત થયા અને વિચાર આવ્યો કે તે આવું કેમ કરે છે.

જીન્સ ટોપ પેહરીને આ યુવતી ભીખ માંગતી હતી અને તેની બાજુમાં એક પોસ્ટર હતું. પોસ્ટર પર તેમણે એવું લખ્યું હતું કે જેને વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે પોસ્ટર પર લખ્યું હતું કે “દિલબાગ પાન મસાલાની પૌત્રી ભીખ માંગી રહી છે”.

કરોડપતિની પૌત્રી ભીખ માંગી રહી છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કરે છે ત્યારે તેમણે કહ્યું કે મારું નામ કાજલ અરોરા છે અને હું દિલબાગ પાન મસાલાના માલિકની પૌત્રી છું. પાન મસાલાઓની બ્રાન્ડમાં દિલબાગનું નામ પ્રથમ ક્રમમાં આવે છે. યુવતીના જણાવ્યા પ્રમાણે દિલબાગ અરોરાના પુત્ર અરૂણ અરોરાએ તેની માતા સાથે લગ્ન કર્યા હતા.

તેણે લગ્નના 2 વર્ષ પછી જ મારી માતાને છૂટાછેડા આપી લીધા હતા. મારી માતાનો શાંત સ્વભાવ હોવાને કારણે તેના હક્કો માટે લડી શકી ન હતી.પણ હવે હું આવું થવા નહીં દઉં હું મારા અધિકાર જરૂર થી લઈશ. આ યુવતીએ પોતાને અરૂણ અરોરાની પુત્રી અને તેના પરિવારના એકમાત્ર વારસદાર તરીકે હું છું તેમ કહ્યું હતું.

કાજલની આ લડતમાં તેમની માતા રીતુ પણ તેમનો સાથ આપી રહી હતી. રીતુએ જણાવ્યું કે તેના પિતા જોહરી કસ્ટમ ઇન્સ્પેક્ટર હતા અને નિવૃત્ત થયા બાદ તેણે દિલબાગ ગુટખા ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ 1994 માં દિલબાગ અરોરાએ જાતે જ તેમના પિતાની સામે મારા પુત્રના લગ્નની દરખાસ્ત કરી હતી. મારા લગ્નના બે વર્ષ બાદ મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા હતા અને ત્યાં સુધીમાં હું એક બાળકની માતા બની ગઈ હતી.

કાજલે કીધું કે થોડા દિવસો પહેલા તેણે તેના પિતા અરૂણ અરોરાને ફોન કર્યો હતો અને તેના હકની માંગ કરી હતી. પરંતુ તેના પિતાએ ના પાડી અને કહ્યું કે હું તને મારો વારસદાર નહીં બનાવીશ તમે જે કરી શકો તે કરો.

કાજલના કહેવા મુજબ, પિતાએ એટલું જ કહ્યું હતું કે તેણે તેનું પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. પિતાની આવી વાત કહેવાને કારણે જ હું તેની દરેક સંપત્તિ માટે ભીખ માંગીશ. જ્યારે એન.ડી તિવારીના તેમનો પુત્ર નથી તો પણ અધિકાર મળી શકે છે તો હું તો તેમની પોતાની પુત્રી છું. કાજલે કહ્યું કે તે કોઈપણ સંજોગોમાં તેનો હક લેશે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *