લવિંગ ખાઇને મિનિટોમાં દૂર કરો કબજિયાત તેમજ માથાનો દુખાવો…

ભારતીય મસાલામાં લવિંગ એક જરૂરી ભાગ માનવામાં આવ્યો છે. તે ખાવાનાના સ્વાદને વધારે છે. પરંતુ તેનાથી અનેક ફાયદાઓ પણ થાય છે.

આજે અમે તમને કેટલાક લાભ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. તમને કેટલીક વખત દાંતમાં દુખાવો થાય છે અને તમે સાંભળ્યું હશે કે લવિંગથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે માત્ર દાંતના દુખાવા માટે નહીં, પરંતુ તેના ઔષધીય ગુણોથી અનેક સમસ્યાને દૂર કરી શકે છે.

માથાના દુખાવાથી પણ લવિંગ આરામ અપાવે છે. તેમા રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ પ્રોપર્ટી આ સમસ્યાને ખતમ કરવામાં અસરકારક હોય છે. 4-5 લવિંગ લો અને તેને પીસી એક સ્વચ્છ રૂમાલમાં રાખો અને તેને સૂંઘો. તેને થોડીક-થોડીક વાર સૂંઘતા રહો. તેમા તમે ચપટી કપૂર અને નારિયેળ તેલ મિક્સ કરીને માથાની માલિશ કરી શકો છો.

મોંમાં પડેલા ચાંદાને દૂર કરવામાં પણ લવિંગ અસરકારક માનવામાં આવે છે. બે લવિંગને આછા બ્રાઉન રંગના શેકીને મોંની અંદર 10 મિનિટ રાખી મૂકો અને લાળ બહાર થૂકતા રહો. જેનાથી તમને રાહત મળી શકે છે.

આટલી બીમારીઓ દુર કરે છે માત્ર એક લવિંગ, આવી રીતે કરો લવિંગનો ઉપયોગ - Indian Patrakar

ઘણી વખત કેટલાક લોકોને ગરદનના દુખાવાની સમસ્યા થાય છે. જેનાથી આરામ મેળવવા માટે 2 લવિંગને પીસી લો અને હવે એક બાઉલ સરસિયામાં મિક્સ કરીને તેનાથી ગરદન પર માલિશ કરો.

લવિંગ ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત અપાવે છે. જેના માટે સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં લવિંગના તેલના થોડાક ટીંપા ઉમેરીને પીઓ. તમે ઇચ્છો તો તમે સૂકુ લવિંગ ચાવીને તેના ફાયદા ઉઠાવી શકો છો.

પાયેરિયાની પરેશાનીથી પણ તે રાહત અપાવવામાં અપાવવામાં અસરકારક હોય છે. તમારા મોંમાંથી પણ દુર્ગંધ આવે છે તો આશરે બે મહિના સુધી સતત સવારના સમયે લવિંગનું સેવન કરો. તમે ઇચ્છો તો ત્રણ-ચાર લવિંગ અડધા કપ પાણીમાં ઉમેરીને ઉકાળી લો. તેનાથી રોજ સવારે કોગળા કરો.

લવિંગમાં રહેલા વિટામીન કે અને જિંક, કૉપર અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે. જેનાથી તમારું શરીરમાં શુગર લેવલ કંટ્રોલ હોય છે એક ગ્લાસ ગરમ પાણીમાં 3-4 લવિંગ 15 મિનિટ ઉમેરીને રાખો. તે બાદ આપાણીને પી લો. રોજ સવારે આવું કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *