શું લિફ્ટ તૂટીને નીચે પડતી હોય ત્યારે અંદર બચવું સંભવ છે ખરું? શું કરવાથી બચી શકાય જાણો છો?
પડતી લિફ્ટમાં તમે પોતાની જાન કેવી રીતે બચાવી શકો છો.
માની લો કે તમે કોઈ પણ લિફ્ટમાં ફસાઈ ગયા અને અચાનક તમને અહેસાસ થયો કે લિફ્ટ ફ્રી ફોલ એટલેકે તૂટીને પડી રહી હોય આવી સ્થિતિમાં તમે વિચારજો કે લિફ્ટ ને જમીન પર ટકરાવા થી પહેલા હું કૂદીને થોડોક ઉછળી જમીન થી લાગતા ધક્કા થી પોતાને બચાવી શકીએ છીએ?
પરંતુ શું તે સંભવ છે?
જુઓ તમને આ વાતનો ક્યારેય પણ અનુભવ નહીં થઈ શકે કે જ્યારે તમારી લિફ્ટ જમીન ઉપર આવીને અથડાઈ આવી સ્થિતિમાં તમે પહેલા તો સાચા સમયે કોઈ દીવસ કૂદી નહીં શકો કેમકે તે સમયે લીફ્ટ ની ગતિ G ના બરાબર હશે (9.8m/s2). આટલી ઝડપી ગતિ માં તમને નિર્ણય લેવાનો મોકો નહીં મળે કે તમારે કૂદવું ક્યારે છે?
હવે માની લો કે તમે કુદવા નો પ્રયત્ન કર્યો છતાં પણ તમારું માથું છત સાથે અડીને ફાટી જશે અને મૃત્યુ પણ થઈ શકે. એટલા માટે બીજું કંઇ વિચારી ને જાન બચાવવાનો પ્રયત્ન કરો.
જાન કઈ રીતે બચાવી
જ્યારે પણ કોઈપણ ફ્રી ફોલીંગ લિફ્ટ એટલે કે નીચે પડી રહેલી લિફ્ટ માં છો તો હંમેશાં યાદ રાખો તમારે ઊભું નથી રહેવાનું. તમારે લિફ્ટમાં ફર્શ એટલે કે લિફ્ટ ની સપાટી ઉપર માથાને હાથ ઉપર રાખીને સૂઈ જવાનું છે. જેનાથી તમારો શરીરનો ભાર બરાબર વિભાજિત થઈ શકે તે જગ્યા ઉપર.
થઈ શકે છે કે તમને થોડુંક વાગી શકે પરંતુ એટલું જરૂર થશે કે તમારી જાન બચી જશે. આ એક જ રસ્તો છે કે પડતી લિફ્ટમાં જાન બચાવવાનો.