લીલા મરચા ખાવાથી સ્વાસ્થ્ય માટે થાય છે 10 આશ્ચર્યજનક ફાયદા, તે જાણીને તમે ચોંકી જશો..
જો લીલા મરચાંનો ઉપયોગ જમવાની વસ્તુ સાથે કરવામાં ન આવે તો જમવામાં કશું ઘટે છે તેવું લાગે છે. ખાદ્યપદાર્થોમાં ભારતીય લોકો લીલા મરચાનો સૌથી વધુ ઉપયોગ કરે છે. લીલું મરચુંએ જમવાની વસ્તુ ને સ્વાદિષ્ટ બનાવે છે. તે દવા તરીકે પણ કામ કરે છે. તેમાં ઘણા રોગોને દૂર કરવાની ક્ષમતા છે. તેમનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રાખી શકાઈ છે॰ તેમાં વિટામિન એ,બી,સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ જેવા ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે.
આપણે લીલા મરચાના 10 ફાયદાઓ વિશે વાત કરીશું.
લીલા મરચાના ફાયદા
લીલા મરચામાં એન્ટી ઑક્સિડેન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
લીલા મરચામાં જોવા મળતા વિટામિન ત્વચા માટે ફાયદાકારક છે. તીખી વસ્તુ ખાવાથી ચામડીમાં નિખાર આવે છે. પરંતુ વધારે ખાવામાં આવે તો સારું થવાને બદલે તેમની ખરાબ અસર થવા માંડે છે.
લીલા મરચાને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે મરચાંને બહાર કાઢીને માત્ર પાણીનું સેવન કરો. આવું એક અઠવાડિયા સુધી કરો તેનાથી શરીરમાં સુગર લેવલ કંટ્રોલ થઈ જશે. જો તમને એક અઠવાડિયામાં કોઈ તફાવત દેખાતો નથી તો પછી થોડા દિવસો માટે નીચે આપેલ પ્રક્રિયાને અનુસરો.
એક ચમચી લીલા મરચાનો રસ મધ સાથે મેળવીને પીવાથી અસ્થમાના દર્દીને રાહત થય જસે. ઓછામાં ઓછા 10 દિવસ સુધી આવી રીતે સેવન કરવામાં આવે તો .
લીલા મરચાના સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ ઓછું થાય છે.
પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધુ હોય છે. લીલા મરચાના ખાવાથી આ જોખમ ઓછું કરી શકાય છે. એક રિસર્ચ મુજબ લીલા મરચાંનું સેવન કરવાથી પ્રોસ્ટેટની સમસ્યા સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે.
લીલી મરચાં એ ખોરાકને ઝડપથી પચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.તે શરીરની પાચન શક્તિને સુધારે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે.
લીલા મરચાંમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ ગુણને કારણે ચેપ લાગવાનુ જોખમ ઓછું થઈ જાય છે. તેના સેવનથી ત્વચાના રોગમાં પણ રાહત મેળવી શકો છો.
લીલા મરચાંનું સેવન કરવાથી આયર્નની ઉણપ માં પણ મદદરૂપ થાય છે. સ્ત્રીઓમાં આ સમસ્યાનું પ્રમાણ વધારે છે.
લીલું મરચું બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. તેનો ઉપયોગ ડાયાબિટીઝમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ઉપયોગી બને છે.