આ રાયનો ટોટકો કરશો તો નશીબને પણ તમારો સાથ આપવો જ પડશે…

રાઈ એક એવી વસ્તુ છે જે દરેકના રસોઈઘરમાં ઉપલબ્ધ હોય છે, રસોઈમાં વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ ઘણા લોકો રાઈનું તેલ પણ ઉપયોગ કરતા હોય છે.

પરંતુ શું તમે જનો છો કે રાઈ થી ઘણા ચમત્કારિક ઉપાયો પણ થાય છે જી હા, તમારા બગડેલા કામ સુધારવા માટે રાઈનો ઉપાય કરી શકાય છે. રીના ચમત્કારિક ઉપાયથી ઘણીબધી સમસ્યાઓ પણ દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ રાઈના ઉપાયોથી સમસ્યાઓ કેવી રીતે દુર કરી શકાય છે.

તમે જોતા હસો કે કોઈને નજર લાગે તો નજર ઉતારવામાં પણ રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે તમે પણ ખરાબ નજર લાગી હોય તો રાઈના દાણાના ઉપયોગથી નજર ઉતારી શકો છો. તેના માટે તમે ૭ દાણા રાઈના લઈને સાથે ૩,૫ કે ૭ એક એકી સંખ્યામાં આખા લાલ મરચા લેવા અને સાથે થોડું મીઠું લેવું.

આ બધી વસ્તુ એકસાથે તમારા ડાબા હાથમાં લઈને જેને ન અજર લાગી હોય તેના માથા પર ફેરવીને ઉતારી લેવું ત્યારબાદ કશું જ બોલ્યા વિના આગમાં સળગાવી દેવું. આગમાં દેશી આંબાનું લાકડું અથવા સુકી ડાળીઓ લેવી.

એક વાત નું ધ્યાન રાખવું કે નજર ઉતારતી વખતે સામે વાળી વ્યક્તિને ટોકવા નહિ અને તેને બોલાવવા પણ ન જોઈએ.

ઘણી વખત તમારા કામ પર પાડવામાં ખુબ જ મુશ્કેલીઓ આવતી હોય અથવા કામ થતા થતા અટકી જતું હોય તો આવા સમયે તમારે ગુરુવારના દિવસે રાઈનું દાન કરવું જોઈએ. આ ઉપાય પહેલેથી જ ઘણો શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી નાના મોટા અટકેલા કામો પાર પડશે અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે.

ઘણા લોકોનું ધાર્યું કામ ક્યારેય થતું ન હોય એટલે કે તેનું નસીબ તેની સાથે ન હોય, આવા સમયે બનેલા કામો પણ બગડતા હોય છે. ત્યારે તમે આવા ખરાબ સમયમાં રાઈનો એક શ્રેષ્ઠ ઉપાય કરી શકો છો.

જેનાથી તમને કામમાં આવતી મુશ્કેલીઓથી છુટકારો મળે છે. આ સરળ ઉપાય માં તમારે એક ઘડામાં પાણી ભરવું અને તેમાં થોડા રાઈના દાન નાખીને સ્નાન કરી લેવું જેથી દુર્ભાગ્ય થી છુટકારો મળે છે તમારું નસીબ પણ પહેલા કરતા સુધરી જાય છે. ગરીબાઈ દૂર થશે અને રોગોથી છુટકારો મળે છે.

ઘણા લોકોને વાત વાતમાં ચીડાવાની પણ ટેવ પડી ગઈ હોય છે ઘણીવાર તે નાની નાની વાતોમાં પણ ગુસ્સો કરતા હોય છે, આવા સ્વભાવને દુર કરવા માટે પણ તમે રાઈનો ઉપાય કરી શકો છો.

જો તમારો કે તમારા પરિવારમાં કોઈનો સ્વભાવ આવો હોય તો લાલ મરચું અને રાઈ લઈને તે વ્યક્તિના માથા પર ઉતારીને ફેંકી દો. આવું કરવાથી તે વ્યક્તિનો ગુસ્સા વાળો સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *