આટલુ કરશો તો જળવાય રહેશે અમૂલ્ય સાસુ-વહુનો સંબંધ..

જમાનો ભલે બદલાઇ જાય પરંતુ સંબંધ ક્યારેય નથી બદલાતા. સંબંધ નિભાવવા જ પડે છે. તમારી પર નિર્ભર કરે છે કે તમે તમારા સંબંધોને પ્રેમપૂર્વક જાળવી રાખવા ઇચ્છો છો કે પછી તેમાં કડવાહટ ભરી દેવા માંગો છો. જ્યાં વાત આવે છે સાસરી પક્ષની તો રિલેશનશિપને મોટાભાગે લોકો તેને બોજની જેમ જ અનુભવ કરતા હોય છે. હકીકત એ છે કે રિલેશનમાં મિઠાસ ઉમેરતા તમને આવડવું જોઇએ ત્યારે જ તો સામે વાળા પણ તમને પ્રેમપૂર્વક જ માન આપશે. વાત જ્યાં સાસ-વહુના રિલેશનની આવે છે ત્યારે આ રિલેશન જીવનભર માટે હોય છે.

સાસ-વહુનો મજબૂત સંંબંધ

સાસ-વહુને મળીને પોતાના ઘરને સ્નેહની ડોરમાં બાંધી લેવા જોઇએ અને આ ત્યારે થશે, જ્યારે સાસ અને વહુ બંનેમાં સારી ટ્યૂનિંગ હોય અથવા બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજતી હોય અને બંનેમાં એકબીજા માટે લાગણી હોય. અને મુશ્કેલ પણ નથી માત્ર નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા રિલેશનમાં ખુશ્બૂ વિખેરી શકો છો.

એકબીજાને સમજો

એક મજબૂત રિલેશનનો પાયો છે, એકબીજાને સમજવું, સાસ-વહુના સારા સંબંધ માટે જરૂરી છે કે બંને એકબીજાની વાતને શાંત ભાવથી સાંભળે અને સમજે. બંને જ અલગ-અલગ વાતાવરણમાંથી આવ્યા હોય છે એટલા માટે તેમના વિચાર, રહેણી-કહેણી વગેરેની રીત અલગ રહેશે. એવામાં યોગ્ય રહેશે કે બંને એકબીજાને સમજવાનો પ્રયાસ કરો અને એકબીજાને સ્વીકારો.

સાસુની સરખામણી મમ્મી સાથે ન કરશો

દરેક વ્યક્તિમાં અલગ વિશેષતા હોય છે. દરેકનો પોતાનો અગલ દ્રષ્ટિકોણ હોય છે. એટલા માટે જરૂરી નથી કે જે વિશેષતા તમારી મમ્મી હોય તે જ વિશેષતા તમારી સાસુમાં માં પણ હોય અથવા તો જે વિશેષતા તમારી સાસુમાં હોય તે જ તમારી મમ્મીમાં પણ હોય. બંનેને સરખું જ મહત્ત્વ અને સમ્માન આપવું જોઇએ. હવે જ્યારે તમારે તમારી સાસુમા સાથે જીવન પસાર કરવાનું છે તો યોગ્ય રહેશે કે તેમનું સન્માન કરો અને તેની સરખામણી પોતાની મમ્મી સાથે ન કરો.

વહુની સરખામણી દિકરી સાથે ન કરશો

સાસુમાનું કર્તવ્ય છે કે તે પોતાની વહુને પ્રેમ તેમજ સન્માનની દ્રષ્ટિથી જોવે. જે રીતે એક મા એની દિકરીથી પ્રેમ કરે છે તેવી જ રીતે વહુને પણ પ્રેમપૂર્વક જ રાખો. બે વ્યક્તિ ક્યારેય પણ એક જેવું ન હોઇ શકે. આ વાતને સ્વીકારીને ચાલો અને વહુની સરખામણી દિકરી સાથે ન કરો. દરેકનું પોતાનું અલગ વ્યક્તિત્ત્વ, પોતાની આદતો અને પોતાનો વ્યવહાર હોય છે.

સાસરીને પ્રાથમિકતા આપો

હવે જ્યારે વહુ પોતાનું પિયર છોડીને સાસરીમાં જાય છે તો તેનું પ્રથમ કર્તવ્ય તેની સાસરી તરફ બની જાય છે. જ્યારે એક વહુ પોતાની સાસરીને પ્રાથમિકતા આપે છે ત્યારે તે સાસુના દિલમાં સરળતાથી જગ્યા બનાવી લે છે.

દિકરાને કંટ્રોલ ન કરશો

લગ્ન બાદ માતાએ તે વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તે પોતાના દિકરાને પોતાના નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ ન કરે. હવે તે લગ્નના બંધનમાં જોડાઇ ગયો છે તો હવે તેના દિકરા પર તેની પત્નીનો પણ હક હોય છે. એટલા માટે વગર કારણે દિકરા પર કોઇ પ્રકારનું દબાણ ન રાખશો. આ પ્રકારના તમારા વિચાર તમારી વહુને તમારી નજીક લાવશે.

કેટલીક ભૂલોની અવગણના કરો

નાની-મોટી ભૂલ દરેક વ્યક્તિથી થાય છે. હવે જ્યારે વહુ નવા ઘરમાં, નવા લોકોની સાથે રહેવા આવે છે ત્યારે તેનાથી નાની-મોટી ભૂલ થઇ શકે છે. આ પ્રકારની નાની-મોટી ભૂલોની અવગણના કરો. વહુને દરેક વાત પર બોલવું-ખખડાવું યોગ્ય નથી.

સાસરીના રીતિ-રિવાજ સ્વીકારો

દરેક ઘરના પોતાના રીત-રિવાજ હોય છે. વહુના પિયરના રીતિ-રિવાજ, રહેણી-કહેણી અલગ હોય છે તેવી જ રીતે સાસરીના પણ પોતાના કેટલાક રીતિ-રિવાજ હશે તો યોગ્ય રહેશે કે વહુ સાસરીના રીત-રિવાજોને સંપૂર્ણ પ્રેમ તેમન સન્માનથી અપનાઓ. જ્યારે તે સાસરીના રીતિ-રિવાજને પોતાના માનવા લાગશે ત્યારે તેની સાસૂમા હંમેશા તેની સાથે સહકારમાં તૈયાર રહેશે.

સાસુમાના અનુભવથી શીખો

ઘરના વડીલ હોવાને નાતે તમારા સાસુ તમને જ્યારે કંઇ કહે છે અથવા સમજાવે છે તો તેની વાતોને ધ્યાનથી સાંભળો. તેમની વાતો સાંભળીને તેમના અનુભવમાંથી શીખ લો. તેમના અનુભવ આવનાર સમયમાં તમારા પણ ખૂબ કામમાં આવશે. આ સાથે જ જ્યારે તમે તેમની વાતને ધ્યાનથી સાંભળશો અને સમજશો તો તેમને પણ સારુ લાગશે.

એકબીજા પર પોતાના વિચાર ન થોંપશો

લગભગ દરેક ઘરમાં સાસ-વહુના સંબંધમાં મિઠાસ ન હોવા પાછળનું એક સૌથી મોટું કારણ છે, એકબીજા પર પોતાના વિચાર થોંપવા. બે વ્યક્તિ ક્યારેય પણ એક જેવા ન હોઇ શકે. એટલા માટે એકબીજાના વિચારો અને લાગણીઓનું સન્માન કરો. બંનેના પોતાના અલગ-અલગ વિચાર છે. બંનેને પોતાની રીતે રહેવાનો અધિકાર છે. એટલા માટે એકબીજા સાથે જોર-જબર્દસ્તી કરીને પોતાની વાત મનાવવાનો પ્રયાસ ન કરશો.

સાસની વાતોને દિલથી ન લગાવશો

પિયરમાં મમ્મી પણ થોડુક તો ખખડાવીને તમારા સારા ભવિષ્ય માટે શિખવાડતી અને સમજાવતી હોય છે. જ્યારે તમે તમારી મમ્મીની વાતને દિલ પર નથી લગાવતા તેમાંથી શીખ મેળવો છો તો પછી સાસુમાની શિખામણથી કેમ ખોટું લગાડવું. આ પણ તમારી મમ્મી જ છે અને તમને કંઇક યોગ્ય સમજાવવાનો પ્રયાસ કરે છે. જો થોડા ઉંચા સ્વરે બોલી પણ દે છે તો તેમાં ખોટું માનવું ન જોઇએ.

શાંતિથી વિચાર કરો

મોટાભાગે એવુ થતુ હોય છે કે ઘરમાં ઘણી બધી વાતો પર તમે બંને એકબીજા સાથે સહેમત થતા નથી. વહુનું માનવું કંઇક અલગ હશે તો સાસુમાનો વિચાર કંઇક અલગ હશે. એવામાં એકબીજા સાથે બહેસ કરવા અથવા ઝઘડવાની જગ્યાએ શાંતિથી વિચારીને વાતચીત કરવી જોઇએ. કોઇ વચ્ચેનો માર્ગ શોધો. આ દરમિયાન બંને એકબીજાની લાગણીઓનું ધ્યાન રાખો.

તમે પણ આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખો. તેનાથી તમે એકબીજાની સાથે પોતાના રિલેશનને મજબૂત બનાવીને ઘરમાં ખુશીઓ લાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *