પતિ ધર્મેન્દ્ર સાથે હેમા મોજ થી રહે છે રજવાડી બંગલામા, જુઓ તેની તસવીરો…

બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની 72 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 16 ઓક્ટોબર 1948ના રોજ અમંકૂદી તમિલનાડુમાં થયો હતો. હેમાએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. અને આ ઉંમરે પણ તે સક્રિય છે. હેમા એક ઉત્તમ શાસ્ત્રીય નૃત્યાંગના છે અને તે વિશ્વભરમાં સ્ટેજ શો કરતા રહે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને પહેલી તક ફિલ્મ ‘સપનોં કા સૌદાગર'(1968)માં મળી. આ ફિલ્મમાં તેમના હીરો રાજ કપૂર હતા, જે તે સમયે તેમનાથી બમણા ઉંમરના હતા. તમને જણાવવાનું કે તેમનો મુંબઈ, ગોરેગાંવ પૂર્વમાં એક ભવ્ય બંગલો છે. આટલું જ નહીં, તેમણે મથુરામાં એક ઘર લીધું છે.

સમાચાર અનુસાર, તેણે આ બંગલો 30 વર્ષ પહેલા પતિ ધર્મેન્દ્ર સાથે મળીને ખરીદ્યો હતો. જો કે બંને પુત્રીના લગ્ન બાદ હવે હેમા આ બંગલામાં એકલા જ રહે છે. પતિ ધર્મેન્દ્ર તેમની સાથે રહેતા નથી. હા, તેઓ ક્યારેક પત્નીના બોલાવવા પર ઘરે આવે છે.

હેમાના ઘરની દિવાલો પર મોટા પેઇન્ટિંગ્સ જોવા મળે છે.
સીટીંગથી લઈને ડ્રોઇંગરૂમ સુધી, વિવિધ રંગોના વિશાળ સોફા લગાવેલ છે. હેમાના ઘરે એક ભવ્ય પૂજા ઘર પણ છે.

હેમા તેના કૂતરાને પણ ખૂબ ચાહે છે. તેણી તેને તેના હાથથી ખવડાવે છે.
હેમાનું ઘર જેટલું અંદરથી સુંદર છે તેટલું જ બહારથી શાનદાર છે.
હેમાએ તેની બંને પુત્રીઓના લગ્ન આ બંગલામાં કર્યા.
તમને જણાવી દઇએ કે જ્યારે હેમા જયારે 10માં ધોરણમાં ભણતા ત્યારે જ ફિલ્મોની ઓફર્સ મળવાનું શરૂ થયું હતું.
શરૂઆતમાં જ, હેમાએ ધર્મેન્દ્ર સાથે ‘તુમ હસીં મેં જવાન’ (1969), શરાફત (1969), નયા જમાના(1971) જેવી કેટલીક ફિલ્મ કરી હતી. જોકે આ ફિલ્મો બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી ન હતી, પરંતુ આ જોડી ખુબ પસંદ કરવામાં આવી હતી.
હેમાએ ફિલ્મ દિલ આશના હૈ દિગ્દર્શિત કરી હતી અને શાહરૂખ ખાનને આ ફિલ્મ દ્વારા તક આપી હતી.

અભિનેત્રી હોવા ઉપરાંત હેમા એક મહાન ડાન્સર પણ છે. તેમણે ભરતનાટ્યમ, કુચિપુડી અને ઓડિસીમાં યોગ્ય રીતે તાલીમ લીધી છે અને ભારત અને વિદેશમાં અનેક સ્ટેજ શો પણ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *