પરસેવાના કારણે પગમાંથી આવતી દુર્ગંધની સમસ્યા આ રીતે થશે હમેંશા દુર…
ગરમીની ઋતુ શરૂ થતાની સાથે પરસેવાની સમસ્યા શરૂ થઇ જાય છે. જેના માટે તમે ડિઓથી લઇને પરફ્યૂમ સુધી દરેક વસ્તુની મદદ લો છો.
પરંતુ આ ઋતુની એક મોટી સમસ્યા બૂટમાંથી આવતી દુર્ગંધ છે. ઓફિસ કે ઘરમાં બૂટમાંથી પગ બહાર નીકાળતા જ આસપાસના લોકો નાક બંધ કરવા લાગે છે. કેટલીક વખત તેને લઇને શરમ અનુભવવી પડે છે. જેથી અમે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ જેનાથી પગમાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી રાહત મેળવી શકો છો.
બેકિંગ સોડા
સોડિયમ કાર્બોનેટને સાધારણ શબ્દોમાં બેકિંગ સોડાના નામથી ઓળખવામાં આવે છે. પગમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે આ એક અસરકારક અને સહેલો ઉપાય છે. જે પરસેવાના લેવલને સામાન્ય રાખે છે અને બેક્ટેરિયાને નિયંત્રિત કરવામાં અસરકારક છે. તેનો ઉપયોગ કરવા માટે હળવા ગરમ પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરી લો. તેમા પગ ડૂબાડીને રાખો. જેથી પગમાંથી આવતી દુર્ગંધ દૂર થશે.
લવેન્ડર ઓઇલ
જેનાથી ન ફક્ત સુંગંધ આવે છે. પરંતુ તે બેક્ટેરિયાને દૂર કરવા માટે પણ અસરદાર છે.આ તેલમાં એન્ટી ફંગલના ગુણ રહેલા છે. જે પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે ખૂબ લાભદાયી છે. જેના માટે ગરમ પાણીમાં લવેન્ડર ઓઇલ ઉમેરી પગ ડૂબાડી રાખો.
ફટકડી
ફટકડીમાં એન્ટીસેપ્ટિક ગુણ પણ રહેલા છે. જે બેક્ટેરિયાને વધવાથી રોકે છે. એક ચમી ફટકડીના પાઉડરમાં એક કપ પાણી ઉમેરો અને તેમા પગને ડૂબાડી રાખો આમ કરવાથી થોડાક દિવસમાં આ સમસ્યાથી રાહત મળી શકે છે.
આદુ અને વિનેગર
તમે ઇચ્છો તો પાણીમાં સામાન્ય વિનેગર મિક્સ કરીને પગ ધોઇ શકો છો. તે સિવાય આદુના રસને પગ પર લગાવી રાખો. થોડીક વાર પછી તેને નવશેકા ગરમ પાણીથી ધોઇ લો. આમ કરવાથી પગમાંથી આવતી દુર્ગંધથી સમસ્યાથી રાહત મળે છે.