તમે આવી જમીન પર ક્યારેય પણ ભૂલથી પણ ન બનાવશો આ મકાન, નહીતર થશે મોટું નુકસાન

જયારે પણ તમે નવા મકાન નું નિર્માણ કરો છો ત્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક બાબતો ની ખાસ કાળજી લેવી જેના વિશે આપણે આપણા આજ ના લેખ માં ચર્ચા કરીશું. હર એક વ્યક્તિ ની એક ઈચ્છા હોય છે કે એનું પોતાનું એક સરસ મજા નું ઘર હોય, જયા તે પોતાની ઈચ્છા મુજબ પોતાનું જીવન વ્યતીત કરી શકે. આ ઘર નુ નિર્માણ તે પોતાના અને પોતાના પરિવાર ની સુરક્ષા માટે કરવા ઈચ્છતો હોય છે.

એવું ઘર કે જયા પોતાના અતિથિઓ ના સત્કાર માટે આવશ્યક સાધનો પૂરાં પાડી શકે. એક એવું ઘર કે જયા તે પોતાના ધર્મ પ્રમાણે પોતાનાં આરાધ્ય દેવ-દેવી ની મૂર્તિ ની સ્થાપના કરી ને તેમનું પૂજન-અર્ચન કરી શકે. પોતાના ઘર ના નિર્માણ ના સ્વપ્ન ને સાકાર કરવાનું સૌભાગ્ય સૌ કોઈ ના ભાગ્ય મા નથી હોતું. આ માટે જીવન મા ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે ત્યાર બાદ મળે છે.

જ્યારે આપણે કોઈ મકાન નું નિર્માણ કરાવીએ તો આપણે એ વાત ની વિશેષ સાવચેતી રાખવી જોઈએ કે આ મકાન નું નિર્માણ યોગ્ય દિશા, યોગ્ય ભૂખંડ અથવા દૃષ્ટિકોણ થી બનાવેલું છે કે નહીં? હાલ આપણે નવા મકાન ના નિર્માણ સમયે કઈ-કઈ વાતો ની સાવચેતી રાખવી તેના વિશે ચર્ચા કરીશું

વર્ગાકાર જમીન ને આકાર ની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત કાકમુખી, ભદ્રાસન, સિંહમુખાકાર, ગોમુખાકાર, અષ્ટકોણાકાર, ષટ્કોણાકાર તથા ચતુષ્ટકોણાકાર જમીન પણ નવા મકાન ના નિર્માણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્રિકોણાકાર, ચક્રાકાર, શંકુ આકાર, વિષમબાહુ તથા અર્ધવૃત્તાકાર જમીન પર કયારેય પણ ભૂલ થી પણ ભવન બનાવવું જોઈએ નહીં. વાસ્તુ શાસ્ત્ર ની દૃષ્ટિએ આ જમીન પર નવા મકાન નું નિર્માણ અશુભ માનવામાં આવે છે.

જો તમે હળવો તથા ભાર વિના નો સામાન ઉત્તર દિશા મા રાખો તો ગૃહસ્થ જીવન સુખમય રહે છે. મકાન નુ પ્રમુખ દ્વાર એક જ હોવું જોઈએ તથા તેને માંગલિક ચિહન થી યુક્ત કરવાથી શુભ રહે છે. ઘર ના તમામ બારીઓ તથા દરવાજા ની ઊંચાઈ એકસમાન હોવી જોઈએ.

ઘર મા પૂજાસ્થળ ની સ્થાપના ઈશાન કોણમાં કરવું શ્રેષ્ઠ રહે છે. મકાન નિર્માણના સમયે ચારે બાજુનું સ્થાન ખુલ્લું હોવું જોઈએ. રસોઈઘરનું નિર્માણ અગ્નિ ખૂણામાં શ્રેષ્ઠ અને શુભ ગણાય છે, પરંતુ અમુક પરિસ્થિતિ મા પૂર્વ અગ્નિ ખૂણા પાસે અથવા દક્ષિણ અગ્નિ કોણ પાસે પણ રસોઈઘરનું નિર્માણ કરી શકાય છે.

ભૂખંડ નો વિસ્તાર

ભૂખંડ ના ખૂણાઓ ના વિસ્તાર મુજબ વાસ્તુશાસ્ત્ર ના વિભિન્ન ગ્રંથો માં જણાવેલાં ફળો અનુસાર આ ભૂખંડ પર નિવાસ અથવા કાર્ય કરનારાઓ પર નીચે પ્રમાણે અસર પડે છે.

ઈશાન કોણ માં વિસ્તાર

જે ભૂખંડ માં ઈશાન કોણ પૂર્વ દિશા, ઉત્તર દિશા અથવા બંને દિશાઓમાં વધેલો હોય તો તે શુભ સાબિત થાય છે.

અગ્નિ કોણમાં વિસ્તાર

જે ભૂખંડમાં અગ્નિ કોણ પૂર્વ દિશા, દક્ષિણ દિશા અથવા બંને દિશામાં વધેલો હોય તો તે અશુભ સાબિત થાય છે.

નૈઋત્ય કોણમાં વિસ્તાર

જે ભૂખંડમાં નૈઋત્ય કોણ દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અથવા બંને દિશામાં વધેલો હોય તો તે અશુભ સાબિત થાય છે.

વાયવ્ય કોણમાં વિસ્તાર

જે ભૂખંડમાં નૈઋત્ય કોણ દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અથવા બંને દિશાઓમાં વધેલો હોય તો તે અશુભ સાબિત થાય છે.

ઉપરોક્ત માહિતી પર થી કહી શકાય છે કે ફકત ઈશાન ખૂણા માં જ ભૂખંડ નો વિસ્તાર લાભદાયી છે. જો તમે વાસ્તુ શાસ્ત્ર ના નીતિ-નિયમો અનુસરી તે મુજબ નવા મકાન નું નિર્માણ કરો તો તમારા જીવન માં કયારેય પણ કોઈપણ પ્રકાર ની મુશ્કેલી ઉદ્ભવતી નથી તથા તમારું આવનાર જીવન સુખમયી અને આનંદમયી વ્યતીત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *