તમે જેને ફેંકી દો છો એનો આ પ્રયોગ તમારા વાળને લગતી તમામ સમસ્યાઓને કરશે દૂર…
હાલ પ્રવર્તમાન સમય માં દરેક વ્યક્તિ પોતાની જાત ને અન્ય વ્યક્તિ કરતાં વિશેષ દેખાડવા ઈચ્છતો હોય છે. તે એવું ઈચ્છતો હોય છે કે તેમનું વ્યક્તિત્વ એટલું આકર્ષક બને કે લોકો તેમના તરફ ખેંચાઈ આવે. તમારા વ્યક્તિત્વ ને આકર્ષક બનાવવા માટે તમારી સ્કિન ની સાથોસાથ વાળ ની માવજત કરવી પણ આવશ્યક બને છે.
હાલ નું વાતાવરણ એટલું બધુ દૂષિત બની ગયું છે કે આ દૂષિત વાતાવરણ નો સીધો જ પ્રભાવ આપણાં વાળ પર પડે છે. આ કારણોસર આપણે વાળ ધોળાં થઈ જવા , વાળ ખરી જવા વગેરે જેવી સમસ્યાઓ થી પીડાવું પડે છે. આ ઉપરાંત હાલ બજાર માં મળતી બ્યુટી પ્રોડકટ્સ પણ ભેળસેળયુકત હોય છે.
આ ભેળશેળ વાળી બ્યુટી પ્રોડકટસ નો ઉપયોગ કરવાના કારણે આપણાં વાળ સમય થી પૂર્વે જ ધોળાં થઈ જાય છે. તમે આ ધોળા વાળની સમસ્યા ને દૂર કરવા માટે અનેક પ્રકાર ના પ્રયાસો કરો છો.
તમે વાળ ને કલર કરાવી અથવા તો વાળ પર ડાઈ લગાવી ને તમારા આ સફેદ વાળ ને થોડાં સમય માટે છુપાવી અવશ્ય શકો છો પરંતુ, આ સમસ્યા માંથી મુક્તિ નથી મેળવી શકતા.
જો તમારે આ સમસ્યા ને જડમૂળ થી દૂર કરવી હોય તો તેના માટે તમારે સૌપ્રથમ એ વાત જાણવી આવશ્યક બનશે કે આ સમસ્યાની જડ શું છે? આ સમસ્યા ની જડ જાણ્યા બાદ જ તમે આ સમસ્યા નું સરળતાથી નિવારણ લાવી શકો.
આ પ્રયોગ ના પરિણામો મેળવવા માટે તમારે થોડી ધીરજ ધરવી પડશે પરંતુ , આ પ્રયોગ અજમાવ્યા બાદ તમારી આ વાળ ને લગતી સમસ્યા જડમૂળ થી દૂર થઈ જશે. સૌપ્રથમ તો આપણે એ માહિતી મેળવીશું કે ધોળાં વાળ નો ઉદભવ કેવી રીતે થાય છે?
ધોળા વાળ ની સમસ્યા ઉદભવવા પાછળ કોઈ એક નિશ્ચિત કારણ નથી હોતું. આ સમસ્યા ઉદભવવા પાછળના અનેકવિધ સંભવિત કારણો હોઈ શકે જે તમારા વાળ ને સમય પૂર્વે જ ધોળાં કરી નાખે છે.
જો તમે યોગ્ય પ્રમાણ માં આહાર નું સેવન નથી કરતાં તો પણ તમારા વાળ સમય પૂર્વે જ ધોળા થઈ શકે. આ સિવાય જો તમારા શરીર માં વિટામીન બી , લોહતત્વ , કોપર અને આયોડીન જેવા પોષક તત્વો ની ઉણપ સર્જાય તો પણ સમય પૂર્વે જ આ ધોળાં વાળ ની સમસ્યા ઉદભવી શકે.
જો તમે નાની-નાની વાતો પર વધુ પડતો તણાવ લઈ લેતાં હોવ તો પણ તમે નાની વયે ધોળાં વાળ ની સમસ્યા ના શિકાર બની શકો. આ ઉપરાંત તમે ગૂંગળામણ , પેનિક અટેક , ભય , બળતરા વગેરે જેવી સમસ્યાઓ થી પણ પીડાઈ શકો.તો પાછું ઘણાં લોકો માં આ સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે.
જો આવી પરિસ્થિતિ હોય તો તેમાંથી મુક્તિ મેળવવી ખૂબ જ જટિલ બને છે. શરીર ને સ્વચ્છ રાખવામાં કયારેય પણ કોઈ દિવસ બેદરકારી ના વાપરવી અન્યથા તમારે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
અન્ય એક કારણ એવું પણ બની શકે કે જો તમે લાંબા સમય થી માંદગી માં સંપડાયા હોવ તો પણ તમારા વાળ ધોળાં બની શકે. આપણી આસપાસ નું પ્રદૂષિત વાતાવરણ પણ આ સમસ્યા ઉદભવવા પાછળનું કારણ બની શકે. આ ઉપરાંત જો તમે કેમિકલયુક્ત શેમ્પુ તથા સાબુ થી તમારા વાળ ધોવો છો તો પણ તમારા વાળ ધોળાં બની જાય.
અત્યાર સુધી આપણે વાળ ધોળાં કેવી રીતે બન્યા તે અંગે ચર્ચા કરી પરંતુ , હવે આપણે આ સમસ્યા માંથી મુક્તિ કેવી રીતે મેળવવી તેના રામબાણ ઉપચાર વિશે ચર્ચા કરીશું આ ધોળા વાળ ની સમસ્યા દૂર કરવા માટે નીચે મુજબ નો ઉપચાર અજમાવી શકાય.
આયુર્વેદિક નૂસ્ખો તૈયાર કરવા માટેની આવશ્યક સાધન-સામગ્રી :
બટાકાની છાલ : ૫-૬ નંગ , પાણી : આવશ્યકતા મુજબ
રીત :
આ નૂસ્ખો તૈયાર કરવા માટે સૌપ્રથમ બટાકા ને સ્વચ્છ પાણી વડે સાફ કરીને તેની છાલ ઉતારી નાખો. ત્યાર બાદ આ છાલ ને એક પાત્ર માં નાખી તેમાં આવશ્યકતા અનુસાર પાણી ઉમેરીને તેને ચૂલ્લા પર ઉકળવા માટે રાખી દયો.
હવે આ પાણી ને ગાળીને એક જારમાં તેનો સંગ્રહ કરી લ્યો. ત્યાર બાદ વાળને સ્વચ્છ પાણી વડે ધોઈને તેને પલાળો. ત્યાર બાદ આ વાળ પર પેલું મિશ્રણ લગાવો અને ૨ મિનિટ સુધી રહેવા દયો. ત્યાર બાદ ગરમ પાણી વડે વાળ ધોઈ નાખો.
આ પ્રયોગ દ્વારા તમારા ધોળાં થઈ ગયેલાં વાળ પુન: કાળા બનશે તથા તમારા વાળ જડમુળ થી મજબૂત બનશે એટલે કે તમને ધોળા વાળની સમસ્યા માંથી આજીવન મુક્તિ મળશે પરંતુ , તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ નૂસ્ખા ની અસર થવામાં થોડો સમય લાગશે માટે તમારે થોડું ધૈર્ય સાધવું પડી શકે.