ઠંડીમાં આ બે વસ્તુ તો અવશ્ય બધાએ ખાવી જ જોઈએ, લોહીની ઉણપ ,અસ્થમા અને કબજિયાતથી છુટકારા સાથે જ હાડકાં પણ બનશે મજબૂત…
ઠંડીમાં ગળ્યું ખાવાની ઈચ્છા વધી જાય છે. ગળી વસ્તુનું વધુ સેવન સેહત માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. વધુ ગળ્યું ખાવાથી ડાયાબિટીસ હૃદય સાથે જોડાયેલા રોગ મોટાપો જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.
જો તમે ગળીયુ ખાવાના શોખિન છો અને ઠંડી ની સિઝન તમારી ઇચ્છાને મારવા માંગો છો તો આજે અમે તમને એવી બે મીઠી વસ્તુઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેને તમે શોખથી ખાઇ શકો છો અને તમારી સેહત ને પણ નુકસાન નહીં થાય.
ઠંડીમાં ગોળ ખાવાના ફાયદા
તમારે ઠંડીમાં ગોળનું સેવન કરવું જોઈએ. ઘણા અધ્યયન તેને સેહત માટે ખૂબ જ ફાયદાકારક માને છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, વિટામિન્સ જેવા જરૂરી પોષક તત્વ હોય છે. તે જ કારણથી તેનું સેવન થી એનિમિયા જેવી સમસ્યાથી રાહત મળે છે. જો તમને લોહીની ઉણપ છે તો ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક થશે.
ઠંડીની સીઝનમાં પ્રદૂષણ નો પ્રકોપ વધી જાય છે. જેના કારણે અસ્થમાં, ટી બી જેવી શ્વાસ અને ફેફસાંને લગતી પરેશાનીઓ વધી જાય છે. એવામાં ગોળનું સેવન ખૂબ જ લાભકારી હોય છે. એવામાં એન્ટી એલર્જી હોય છે જે તમને આ મુશ્કેલીઓથી બચાવે છે.
ગોળને માખણની સાથે મેળવીને ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાથી છુટકારો મળે છે. ગરમ પાણીની સાથે ખાવાથી પેટને લગતી પરેશાનીઓથી મુક્તિ મળે છે. સાથે જ તે ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે. જેનાથી શરીરને વિભિન્ન ના રોગો સાથે લડવાની તાકાત મળે છે.
ઠંડી માં પેઠા ખાવાના ફાયદા
પેઠા ખનીજ, વિટામિન, આયરન, કેલ્શિયમ, સલ્ફર, ફોસ્ફરસ અને પ્રોટીન ની સારી માત્રા મળી રહે છે. પેઠા ને પાચન શક્તિ વધારવા કબજિયાત ને દૂર કરવા અને અશક્તિ થી રાહત મેળવવા યાદ શક્તિ વધારવા વગેરે જેવા કામ માટે ઓળખવામાં આવે છે.
પેઠા ન ફક્ત સ્વાદિષ્ટ હોય છે પરંતુ સેહત માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. પેઠા શરીરના લોહીને સાફ કરે છે. પ્રાચીન ગ્રંથોમાં પેઠા ને શરીરની અંદરથી તાકાત દેનાર માનવામાં આવે છે.
વજન નું અધિક થવાથી રોકવું અને લોહીની ગંદકીને સાફ કરવામાં પેઠા મુખ્ય ભૂમિકા ભજવે છે. પેઠા શરીરના દોષ જેવા મૂત્રાશયની સમસ્યા અને પેટમાં બળતરા ને ઓછી કરે છે. જે લોકોને જલ્દી ભૂલી જવાની બીમારી અથવા તો માનસિક કમજોરી હોય તે ૧૦ થી ૨૦ ગ્રામ પેઠા નું સેવન કરી શકે છે.
દમ થી પરેશાન લોકો માટે પેઠા દવાથી ઓછું નથી. પેઠા ખાવાથી ફેફસામાં રાહત મળે છે અને દમ ના રોગોમાં રાહત મળે છે. તેમના સિવાય શરીરમાં જો લચીલું પણ આવી જાય તો સવારે ખાલી પેટ રોજે પેઠા ખાવા જોઈએ તે શરીરને તાકાતવાર અને લચીલા બનાવે છે.
પેટ માં સોજો ની પરેશાની આજના સમયમાં વધુ લોકોને જોવા મળે છે. જેનાથી માણસ ને ભૂખ નથી લાગતી એવામાં તમે સવારના સમયે બે ટુકડા પેઠા ખાઈ લો. કબજિયાત ના કારણે ઘણા રોગ શરીરમાં થાય છે તેને ઠીક કરવા માટે પેઠા ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. પેઠા ના સેવનથી બવાસીરની માં આવતા લોહી ને ઓછું કરે છે.