ફેફસાંની સફાઈ કરે છે આ વસ્તુઓ, જાણો શરીર માટે કઇ રીતે છે ફાયદાકારક ???
ઘણા વિસ્તારોમાં હવાની ક્વોલિટી (AIQ) બહુજ ખરાબ થઈ ગઈ છે. હવામાં મિશ્રિત પ્રદૂષણનાં ઝેરથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની ગતિ પણ વધી શકે છે. કારણ કે, તેનાથી ખાસી અને છીંકના મામલા વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, બિમારી અને પ્રદૂષણના બેવડા મારથી ફેફસા ઉપર ખરાબ અસર થઈ રહી છે. એટલા માટે તેની સફાઈ અને મજબૂતી બહુજ જરૂરી છે.
આદુંવાળી ચા
આદુંવાળી ચાની અંદર એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં કારગર છે. સાથે જ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને બીટા કેરોટીન જેવાં ઔષધીય તત્વ પણ છે. એક સ્ટડી મુજબ, આદું શરીરમાં કેન્સર સેલ્સનો ખાતમો કરી શકે છે. ફેફસાની સફાઈ માટે નિયમિત રૂપે આદુંવાળીની ચા પીવો.
તજની ચા
ફેફસા સાથે જોડાયેલી મુશ્કેલી દૂર કરવા માટે તજની ચા પણ ઘણી ઉપયોગી છે. રોમન સામ્રાજ્યમાં તેનો ઉપયોગ ડાયજેશન અને રેસ્પિરેટરી ટ્રેકટમાં દવાની જેમ કરવામાં આવતો હતો. એક ગ્લાસ પાણીમાં થોડા તજ નાંખી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય, તેને પીવાથી ફેફસાની સારી સફાઈ થઈ શકે છે.
સ્ટીમ
ફેફસાની સફાઈ માટે સ્ટીમ થેરેપી સૌથી સારો અને સરળ ઉપાય છે. પાણીની વરાળ ફક્ત બંધ પડેલાં એર પેસેજ જ નથી ખોલતી પરંતુ ફેફસામાંથી કફને પણ કાઢે છે. ઠંડીની ઋતુમાં તે વધારે ફાયદાકારક છે. સ્ટીમ બહુજ ઓછા સમયમાં શ્વાસની તકલીફમાંથી રાહત અપાવી શકે છે.
પ્રાણાયમ
પ્રાણાયમને ફેફસાના એર પેસેજ માટે સારુ માનવામાં આવે છે. તેનાંથી છાતીમાં કફ પણ જામતો નથી. ફેફસાના ફંક્શન માટે તે બહુજ કારગર છે. નાકમાં સીસમનાં તેલનું એક ટીપું નાખો અને પ્રાણાયમ કરો. બહુજ જલ્દીથી તમને તેના ફાયદાઓ દેખાવા લાગશે.
અખરોટ
અમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશન દ્વારા પ્રકાશિત એક જર્નલ મુજબ, અખરોટમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ફેફસા માટે તે બહુજ ફાયદાકારક વસ્તુ છે.
ડાયેટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ સામેલ કરવાથી તમે ફેફસાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તે શ્નાસની મુશ્કેલીની સમસ્યા અથવા અસ્થમામાં પણ ફાયદાકારક છે.