વિવાહ ફિલ્મની આ “છોટી” અત્યારે થઈ ગઈ છે ખુબ જ બોલ્ડ, 7 બોલ્ડ તસ્વીરો જોઈને તમારી બૂમ પડી જશે !
બોલીવુડમાં ઘણી એવી ફિલ્મો છે જેને દર્શકો આજે પણ પસંદ કરે છે. આ ફિલ્મો જો ટીવી પર આવે તો આપણે ફિલ્મ જોવાનું પણ નથી ભૂલતા.
સૂરજ બડજાત્યા બોલીવુડના એક માત્ર ડાયરેક્ટર છે જે પારિવારિક ફિલ્મ બનાવે છે. તેની ફિલ્મ વ્યક્તિ તેના પરિવાર સાથે બેસીને જોઈ શકે છે. લોકોંને તેની ફિલ્મ બહુ જ પસંદ આવે છે. જ પૈકી એક ફિલ્મ હતી ‘વિવાહ.’
આ ફિલ્મમાં એક્ટ્રેસ અમૃતા રાવને એક બહેન હતી. જે દેખાવમાં થોડી શ્યામ હતી. આ રોલે જેને નિભાવ્યો હતો તે હતી અમૃતા પ્રકાશ. ફિલ્મમાં અમૃતા પ્રકાશ ખૂબ સામાન્ય છોકરીની ભૂમિકામાં જોવા મળી હતી.
તેણે નાની બહેનનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું. આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ ‘ચૂટકી’ હતું. પરંતુ તમને ખબર નહીં હોય કે ફિલ્મની આ સરળ અને શ્યામ દેખાતી છોકરી વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. અમૃતા પ્રકાશ રીયલ લાઇફમાં ખુબ જ ગોરી અને સુંદર છે.
અમૃતા પ્રકાશએ કરિયરનીશરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તમને સુપર હિટ ફિલ્મ ‘તુમ બિન’થી અમૃતાએ બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેમને વાસ્તવિક ઓળખ 2006 માં આવેલી ફિલ્મ સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘વિવાહ’ થી મળી. દર્શકોએ તેના કામની પ્રશંસા કરી.
1987માં જન્મેલી અમૃતાએ નાનપણથી જ મોડેલિંગની શરૂઆત કરી હતી. ઘણા વર્ષો પહેલા બાળકો માટે સ્ટાર પ્લસ પર ‘ફોક્સ કિડ્સ’ નામનો કાર્ટૂન શો આવતો હતો.
આ શો બાળકોમાં ખૂબ જ પ્રખ્યાત હતો અને અમૃતાએ 5 વર્ષ સુધી આ શો હોસ્ટ કર્યો હતો. આઅમૃતાના કેરક્ટરનું નામ ‘મિસ ઈન્ડિયા’ હતું. જે બાળકોમાં ખૂબ પ્રખ્યાત હતું. આ સિવાય તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું.
અમૃતા આજે ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. અમૃતા 2010 ની ફિલ્મ ‘We are family’ નો પણ ભાગ રહી ચુકી છે. આમાં તેણે કાજોલની પુત્રીનો રોલ ભજવ્યો હતો.
આજકાલ અમૃતા ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ છે.