સવારે ઉઠીને જયારે જમીન ઉપર પગ મુકતા જ જો દુખાવો થાય તો તુરંત સંપર્ક કરો ડોક્ટરનો, થઈ શકે છે ગંભીર તકલીફ
પગ ના દુખાવા ની તકલીફ આજ ના સમય મા એક સામાન્ય બાબત થઇ ગઈ છે. આશરે એક અનુમાન મુજબ દર દસ થી પંદર ટકા વ્યક્તિઓ આ પરેશાની જોવા મળે છે. જો વિજ્ઞાન મુજબ જોઈએ તો પગ એક સંકુલ રચના થી બનેલો છે કેમકે તેમાં ઘણાં બધાં હાડકાં ના જોડાણ હોય છે.
આ દુખાવો મા પગ, પંજો, પેની તેમજ આંગળીઓ દુખે છે. આ દુખાવા પાછળ ઘણા કારણો નિર્ભર હોય શકે છે. જો આવો દુખાવો સતત થતો હોય તો આ સંધિ વાં ની તકલીફ ને નોતરી શકે છે.
મોટેભાગ ના ખેત જગત સાથે સંકળાયેલા લોકો મા આ તકલીફ સામાન્ય જોવા મા આવે છે. ઘણી વાર તો રાત ના સમયે ચાલતા-ચાલતા પણ પગ મા અસહ્ય દુખાવો થતો હોય છે.
આ એક વારસાગત દુખાવો પણ હોય શકે છે. એક જાણીતા ડૉ. મૃણાલ જોશી મુજબ સવારે જો ઉઠીએ ત્યારે પગ મા દુખાવો થાય ત્યારે શું કરવું જોઈએ. તો ચાલો જાણીએ આ વિશે.
પગ ની પેની નો દુખાવો:
આ પગ ની પેની મા જો સવારે ઉઠીએ ત્યારે દુખાવો થતો હોય તો આ દુખાવો બોન અને મસલ્સ પ્લાન્ટર ફેશિયા ને કારણે થઈ શકે છે.
આ તકલીફ મોટેભાગે થવા નુ કારણ છે લાંબા સમય સુધી ઊભા રહેવાથી, શરીર ના વધતા વજન તેમજ કઠોર જમીન પર ખુલ્લા પગે ચાલવાથી દુખાવો થાય છે.
ઉપાય:
જાડા અને ઉચા હિલવાળા બુટ ન પેહરવા તેમજ ખુલ્લા પગે ચાલવું નહીં. જો શક્ય હોય તો પોચાં બુટ તેમજ ચંપલ નો પ્રયોગ કરવો. આના માટે એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓ આપવામા આવે છે.
જો આ સામાન્ય ઉપાયો નો પ્રયોગ કરવા છતાં દુખાવામાં રાહત ના થાય તો પેની ના ભાગ ની સોનોગ્રાફી કરી સારવાર આપવામાં આવે છે.
અસહ્ય દુખાવો થતો હોય તો અલ્ટ્રા સાઉન્ડેડ ગાઇડેડ લોકલ સ્ટીરોઇડ નામનું ઇન્જેક્શન આપવામા આવે છે. જો ઉપરોક્ત જણાવેલ સાદા ઉપાય થી ફેર ના પડે ત્યારે જ આ ઇન્જેક્શન અપાય છે.