આ ખૂંખાર વિલનની લાડલી બોલીવુડની અદાકારાઓને આપે છે ટક્કર, સુંદરતા તો આંખે વળગે એવી છે જુઓ…
બોલીવુડમાં એક સમય એવો પણ હતો જયારે વિલનનો દબદબો રહેતો હતો. એ સમય હતો 80 દશક. એ સમયે અમરીશ પુરી, રણજિત, કુલભૂષણ ખરબંદા, પ્રેમ ચોપડા અને ઓમ શિવપુરી વિલનના પાત્રમાં ખુબ જ ગમતા હતા. પરંતુ સમય જતા એમના નામ પણ ભુલાવવા લાગ્યા.
આજે અમે તમને 80ના દાયકાના એ સમયના એક ખૂંખાર ખલનાયક ઓમ શિવપુરીની દીકરી વિશે જે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેનું નામ છે રીતુ શિવપુરી. ઓમ શિવપુરીએ બોલીવુડની ઘણી ફિલ્મમોમાં ખલનાયક તરીકેની ભૂમિકા ભજવી છે. જેના માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે.
રિતુનો જન્મ 22 જાન્યુઆરી 1975ના રોજ થયો હતો. પિતાની જેમ જ તેને પણ બોલીવુડમાં પોતાનું કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. તે બોલીવુડમાં આવી પણ ખરી, પરંતુ તેની ફિલ્મો બોલીવુડમાં એટલી ચાલી નહિ જેના કારણે તેને બોલીવુડને છોડવું પડ્યું.
જોકે બોલીવુડમાંથી દૂર થયા બાદ પણ રીતુ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. રીતુએ પોતાના કેરિયરની શરૂઆત 1993માં “આંખે” દ્વારા કરી હતી. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.
આ ફિલ્મ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની હતી. રીતુએ અત્યાર સુધી કુલ 16 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં “લજ્જા”, હદ કરદી આપને”, “શક્તિ: ધ પાવર”, એલાન જેવી ફિલ્મો સફળ રહી હતી. બાકી બીજી ફિલ્મો ધર્યો પ્રભાવ ના પાડી શકી. તેની છેલ્લી ફિલ્મ “એક જીંદ એક જાન” વર્ષ 2006માં આવી ત્યારબાદ તે ફિલ્મોમાં જોવા નથી મળી.
પહેલા કરતા પણ રીતુ આજે ખુબ જ હોટ અને સુંદર દેખાય છે. આજે પણ તે સુંદરતાના મામલામાં બોલીવુડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. હાલમાં તેની ઉંમર 45 વર્ષની છે . તે છતાં પણ તેને પોતાની જાતને ફિટ રાખી છે. આજ કારણ છે કે તેના ચાહકો આજે પણ છે.
બૉલીવુડ મુવી ‘આંખે’ (1993)માં મોટા અભિનેતા ગોવિંદાની સાથે લીડ રોલ કરનારી એક્ટ્રેસ રિતુ શિવપુરી હાલમાં TV સીરિયલ ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં 3’માં કામ કરેલું છે.
આ આ શોમાં અભિનેત્રી શિવાની તોમરની મોમ ‘ઈન્દ્રાણી’નો રોલ ભજવી રહી છે. રિતુએ હાલમાં જ સોશ્યિલ મીડિયામાં ટોપલેસ ફોટો શૅર કર્યો હતો, જેમાં તે અક્ષયકુમાર સાથે જોવા મળે છે.
ફોટો સાથે રિતુએ મેન્શાન કર્યું હતું, Akshay and me many many moons ago! રિતુએ જે ફોટો શૅર કર્યો છે, તે જાણીતા મેગેઝિન સિનેબ્લિટ્સઝનો છે.
થોડાક વર્ષો પહેલા કરાવ્યું કાતિલ ફોટોશૂટઃ
‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’ પહેલાં જ રિતુએ એક ફોટોશૂટ કરાવેલું જેમાં બધા ફોટોઝમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળ્યો હતો. તેણે ફોટોશૂટની તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. એક ફોટોને કેપ્શન આપ્યું હતું, ‘Wear the attitude not the outfit!’.