આ છે વાસ્તુ ના હિસાબે ઘડિયાળ લગાવવા માટેની યોગ્ય રીત, જો તમે ભુલ કરી ગયા તો….

ઘડિયાળ નું કામ હોય છે યોગ્ય સમય બતાવવાનું. પરંતુ એ જ ઘડિયાળ જો ખોટી જગ્યા પર લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણા દરેક ના ઘરમાં ઘડિયાળ હોય છે. પરંતુ લોકો લગભગ ઘડિયાળ ને ઘર ના કોઈ પણ દીવાલ પર લગાવી દે છે, પરંતુ શું તમને ખબર છે કે કોઈ પણ ઘડિયાળ ને વાસ્તુ ના હિસાબે જ લગાવવી જોઈએ. આજે અમે તમને જણાવી દઈએ વાસ્તુ ના હિસાબે ઘડિયાળ લગાવવા માટેની યોગ્ય રીત.

પેંડુલમ વાળી ઘડિયાળ લગાવવી :

જો તમે તમારા ઘરના ડ્રોઈંગ રૂમ માં પેંડુલમ વાળી ઘડિયાળ લગાવવામાં આવે તો આ વાસ્તુ અનુસાર શુભ ગણાય છે. પેંડુલમ વાળી ઘડિયાળ દરેક કલાકે ટન ટન નો અવાજ કરે છે અને તમને સમય નો આભાસ કરાવે છે. આવી ઘડિયાળ લગાવવાથી ઘર માં બરકત બની રહેશે.

બંધ ઘડિયાળ ન રાખવી :

ક્યારેય પણ બંધ ઘડિયાળ ને ઘર માં ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળ ને રીપેર કરાવી લેવી અથવા તો બહાર ફેકી દેવી. કોઈ પણ બંધ ઘડિયાળ ને ઘર માં રાખવી એ અશુભ ગણાય છે. વાસ્તુ માં કહેવામાં આવ્યું છે કે રોકાઈ ગયેલો સમય તમારા જીવન ને પણ રોકી દે છે અને બધા કામ માં રુકાવટ ઉભી કરે છે. એટલા માટે તમારા ઘર માં પણ જો કોઈ બંધ ઘડિયાળ હોય તો તરત રીપેર કરાવી લેવી અથવા ફેકી દેવી.

દક્ષિણ દિશા માં ન લગાવવી જોઈએ ઘડિયાળ :

દક્ષિણ દિશા માં ક્યારેય પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ, કારણકે શાસ્ત્રો અનુસાર ઘર ના દક્ષિણ માં કાળ નો વાસ હોય છે. વાસ્તુ નું માનવામાં આવે તો દક્ષિણ દિશા માં ઘડિયાળ લગાવવી અશુભ ગણાય છે, કારણકે દિશા માં મૃત પરીજનની ની તસ્વીર લગાવવામાં આવે છે.વાસ્તુ અનુસાર ઘડિયાળ લગાવવાથી યોગ્ય સ્થાન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશા છે. કહેવામાં આવે છે કે એ ત્રણેય દિશા પોજીટીવ એનર્જી વાળી હોય છે.

ઘર ના દરવાજા પર ન લગાવવી ઘડિયાળ :

વાસ્તુ અનુસાર ઘડિયાળ ને ઘરના કોઈ પણ દરવાજા પર ન લગાવવી જોઈએ એને અશુભ માને છે. દરવાજા પર ઘડિયાળ લગાવવા નો મતલબ ઘર માં તનાવ ને આમંત્રણ આપવો થાય છે. એનાથી ઘર માં ટેન્શન નો માહોલ બની રહેશે. એવું એટલા માટે થાય છે કારણકે દરવાજા થી પસાર થતા સમયે નકારાત્મક એનર્જી નો પ્રવાહ થાય છે.

ઘડિયાળ નો આકાર :

વાસ્તુમાં ઘડિયાળ નો આકાર પણ ખુબ જ ધ્યાનમાં રખાય છે. જો તમારા ઘર માં ગોળ, ચોરસ, અંડાકાર, ૮ અથવા ૬ ભુજા ની આકાર વાળી ઘડિયાળ હોય તો શુભ માનવામાં આવે છે. ઘર માં ત્રિકોણ આકાર ની ઘડિયાળ ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર આ પ્રકાર ની ઘડિયાળ અશુભ ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *