આવી આંગળીઓ ધરાવતી છોકરી પતિ માટે નથી હોતી નસીબદાર, જાણો શુ છે કારણ ??

લગ્ન માટે છોકરી જોવા જઈ રહેલ છોકરા માટે જીવનસાથીના રૂપ-રંગની સાથે-સાથે તેની ઊંચાઇ પણ બહુ મહત્વની હોય છે. પરંતુ જો તમે પણ એક યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હોય તો, તેની આંગળીઓ પર પણ એક નજર કરી લો. કારણકે તમારી જીવનસાથીની આંગળીઓ તમને જણાવશે તમારા ભવિષ્ય વિશે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર, આંગળીમાં છૂપાયેલ હોય છે તમારા દાંપત્યજીવનની ખુશહાલી અને વૈભવનું રહસ્ય.

1. જે છોકરીઓની આંગળીઓ ગોળ અને લાંબી હોય છે, તેઓ પતિ માટે ખૂબજ સૌભાગ્યશાળી ગણાય છે. તેમને જીવનનાં બધાં જ સુખ પ્રાપ્ત થાય છે.

2. સુંદર, સીધી અને ગાંઠ રહિત આંગળીઓ હોય તેવી મહિલાઓનું લગ્નજીવન એકદમ ઉત્તમ રહે છે.

3. આંગળીઓનો આગળનો ભાગ પાતળો હોય અને બધી જ તરફથી એકસમાન હોય તેમને પણ લગ્નજીવનની સુખ-શાંતિની દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવે છે.

4. જે મહિલાઓની આંગળીઓ નાની હોય છે, તેઓ જરૂરિયાત કરતાં વધારે ખર્ચાળ હોય છે. આવી મહિલાઓનું ભવિષ્ય મુશ્કેલીઓથી ભરેલું હોય છે.

5. બંને હાથની આંગળીઓ જોડીએ ત્યારે વચ્ચે જગ્યા રહી જાય તો, આવી છોકરી મધ્યમ સુખ આપનારી હોય છે.

6. છોકરીઓની આંગળીઓમાં ત્રણ પર્વ હોય તો ભાગ્યશાળી ગણાય છે. આવી છોકરીઓને જીવનમાં બધાં જ સુખ મળે છે.

7. જે છોકરીઓની આંગળીઓમાં ચાર પર્વ હોય, આંગળીઓ નાની હોય અને અંદર માંસ ઓછું હોય, તેઓ પતિ સાથે પોતાના માટે પણ ભાગ્યશાળી નથી હોતી.

8. જે છોકરીઓની હથેળીની પાછળની તરફ વાળ એટલે કે રૂવાટી હોય છે, તેમના પતિને લગ્ન જીવનમાં બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *